IPL-2024ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

IPL 2024નો સૌથી ફાસ્ટ બોલનો રેકોર્ડ માત્ર 2 દિવસમાં તૂટ્યો, ઓલ ટાઈમ રેકોર્ડ તૂટતા-તૂટતા રહી ગયો

  • મયંક યાદવે તાજેતરમાં બનાવેલો IPL 2024નો સૌથી ફાસ્ટ બોલ ફેંકવાનો રેકોર્ડ બે દિવસમાં જ તૂટી ગયો 
  • મુંબઈ ઈન્ડિયન્સનો બોલર ગેરાલ્ડ કોએત્ઝીએ મયંક યાદવનો IPL 2024નો સૌથી ફાસ્ટ બોલનો રેકોર્ડ તોડયો

મુંબઈ, 02 એપ્રિલ: લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર મયંક યાદવે તાજેતરમાં IPL 2024નો સૌથી ફાસ્ટ બોલ ફેંક્યો હતો. તેણે 155.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. પરંતુ તેનો રેકોર્ડ માત્ર 2 દિવસ જ ટકી શક્યો. મુંબઈ ઈન્ડિયન્સના યુવા ફાસ્ટ બોલરે આઈપીએલ 2024નો સૌથી ઝડપી બોલ ફેંકીને મયંક યાદવનો રેકોર્ડ તોડ્યો છે.

ગેરાલ્ડ કોએત્ઝી IPL 2024નો ફાસ્ટ બોલ બોલ ફેંક્યો

IPL 2024ની 14મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો વચ્ચે રમાઈ હતી. ભલે આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝી મોંઘો સાબિત થયો, પરંતુ તેણે આ મેચ દરમિયાન આઈપીએલ 2024નો સૌથી ફાસ્ટ બોલ ફેંકવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગેરાલ્ડ કોએત્ઝીએ રાજસ્થાન સામે રમાયેલી મેચ દરમિયાન 157.4 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો અને આ સિઝનનો ફાસ્ટ બોલનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ગઈકાલે (1 એપ્રિલ) રમાયેલી આ મેચનો આ છેલ્લો બોલ હતો. જોકે, આ બોલ પર રિયાન પરાગે ચોગ્ગો ફટકારીને મેચ પુરી કરી હતી.

IPL 2024માં સૌથી ફાસ્ટ બોલ ફેંકનાર બોલરો

  • 157.4 kmph – ગેરાલ્ડ કોએત્ઝી
  • 155.8 kmph – મયંક યાદવ
  • 153.9 kmph – મયંક યાદવ
  • 153.4 kmph – મયંક યાદવ
  • 153.0 kmph – નાન્દ્રે બર્ગર
  • 152.3 kmph – ગેરાલ્ડ કોએત્ઝી
  • 151.2 kmph – અલઝારી જોસેફ
  • 150.9 kmph – મથિશા પાથિરાના

ઓલ ટાઈમ રેકોર્ડ તૂટતા તૂટતા રહી ગયો

IPLના ઈતિહાસમાં સૌથી ફાસ્ટ બોલ ફેંકવાનો રેકોર્ડ શોન ટેઈટના નામે છે. શોન ટેટે વર્ષ 2011માં 157.71 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. ગેરાલ્ડ કોએત્ઝીનો બોલ પણ આ બોલની સ્પિડથી ખૂબજ નજીક પહોંચ્વામાં સફળ રહ્યો હતો, પરંતુ તે આ રેકોર્ડ તોડી શક્યો ન હતો. જોકે તેણે લોકી ફર્ગ્યુસનને આ મામલે પાછળ છોડી દીધો છે. આ પહેલા આઈપીએલ ઈતિહાસનો બીજો સૌથી ઝડપી બોલ લોકી ફર્ગ્યુસનના નામે હતો. લોકી ફર્ગ્યુસને 157.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો.

IPLમાં સૌથી ફાસ્ટ બોલ ફેંકનાર બોલરો

  • શોન ટેટ – 157.71 kmph – વર્ષ 2011
  • ગેરાલ્ડ કોએત્ઝી – 157.4 kmph – વર્ષ 2024
  • લોકી ફર્ગ્યુસન – 157.3 kmph – વર્ષ 2022
  • ઉમરાન મલિક – 157 કિમી પ્રતિ કલાક – વર્ષ 2022
  • એનરિક નોરખિયા – 156.22 કિમી પ્રતિ કલાક – વર્ષ 2020
  • ઉમરાન મલિક – 156 કિમી પ્રતિ કલાક – વર્ષ 2022
  • મયંક યાદવ – 155.8 kmph – વર્ષ 2024

આ પણ વાંચો: સટ્ટોડિયાઓએ ભારે કરી! મોદી સ્ટેડિયમમાં બેસીને લાઈવ મેચમાં સટ્ટો રમતા 3 પકડાયા

Back to top button