માથે તિલક, હાથમાં ડમરૂ… તમન્ના ભાટિયાએ શેર કર્યું ‘ઓડેલા 2’નું પોસ્ટર


- આજે, મહાશિવરાત્રીના ખાસ અવસર પર, અભિનેત્રી તમન્ના ભાટિયાએ સોશિયલ મીડિયા પર તેની આગામી ફિલ્મ ‘ઓડેલા 2’ નું પહેલું પોસ્ટર શેર કર્યું છે.
વર્ષ 2022માં આવેલી તેલુગુ ફિલ્મ ‘ઓડેલા રેલ્વે સ્ટેશન’ની સિક્વલ ટૂંક સમયમાં જ રીલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના બીજા ભાગનું નામ ‘ઓડેલા 2’ છે, જેનો ખુલાસો ખુદ તેની સ્ટાર કાસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. આજે, મહાશિવરાત્રીના ખાસ અવસર પર, અભિનેત્રી તમન્ના ભાટિયાએ સોશિયલ મીડિયા પર તેની આગામી ફિલ્મ ‘ઓડેલા 2’ નું પહેલું પોસ્ટર શેર કર્યું છે.
‘ઓડેલા 2’માં આવો છે તમન્નાનો લુક.
અભિનેત્રી તમન્ના ભાટિયાએ આજે મહાશિવરાત્રીના અવસર પર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મ ‘ઓડેલા 2’નું પોસ્ટર શેર કર્યું છે. સાથે સાથે તેનો લુક પણ રિવીલ કર્યો છે. પોસ્ટરમાં, અભિનેત્રી સંપૂર્ણ રીતે ભોલેનાથની ભક્તિમાં મગ્ન જોવા મળે છે. કપાળ પર ચંદનનું તિલક, હાથમાં ડમરુ, બીજા હાથમાં લાલ-પીળા રંગની લાકડી અને ભગવા રંગના કપડા પહેરીને અભિનેત્રીનો લુક એકદમ પાવરફુલ લાગી રહ્યો છે.
View this post on Instagram
ફિલ્મનું પોસ્ટર શેર કરતી વખતે, અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે મહાશિવરાત્રિના આ શુભ દિવસે, હું મારી ફિલ્મના ફર્સ્ટ લૂકની ઝલક શેર કરતા ખૂબ જ ખુશ છું, હર હર મહાદેવ. પહેલીવાર તમન્ના ભાટિયા કોઈ ફિલ્મમાં શિવ શક્તિનું પાત્ર ભજવતી જોવા મળશે.
કાશીમાં થયું છે ફિલ્મનું શૂટિંગ
ફિલ્મમાં અભિનેત્રીનો આ લુક સામે આવતા જ ફેન્સની ઉત્તેજના વધી ગઈ છે. ‘ઓડેલા 2’ના દમદાર પોસ્ટરમાં અભિનેત્રીની ઝલક જોઈને યૂઝર્સ તેની પર કમેન્ટ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું નિર્દેશન અશોક તેજાએ કર્યું છે. આ ફિલ્મના ઘણા સીન પણ કાશીમાં શૂટ થયા છે. આ ફિલ્મ ઘણી ભાષાઓમાં રીલીઝ થવાની છે.
આ પણ વાંચોઃ મહાશિવરાત્રી પર હેમા માલિનીએ કર્યા ઉજ્જૈનમાં બાબા મહાકાલેશ્વરના દર્શન, જુઓ વીડિયો