ટોપ ન્યૂઝનેશનલબિઝનેસ

આમ જનતાને મોટી રાહત, બેન્ક લોનનો હપ્તો નહિ વધે, આરબીઆઇએ રેપોરેટ 6.5 ટકા રાખ્યો યથાવત

Text To Speech
  • આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે કરી જાહેરાત
  • દેશમાં ખાદ્ય અનાજના ઉત્પાદનમાં 6% નો વધારો
  • નાણાકીય વર્ષ 2024 માં જીડીપી વૃદ્ધિ 6.5% રહી શકે છે

આરબીઆઇએ સામાન્ય જનતાને મોટી રાહત આપી છે. RBIની મોનેટરી પોલિસી કમિટીએ આ વખતે રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે આ અંગે જાહેરાત કરી હતી. એવું માનવામાં આવી રહ્યું હતું કે આરબીઆઈ ફરીથી રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરી શકે છે. જોકે, કેન્દ્રીય બેંકે આવું કર્યું નથી. એમપીસીની બેઠકની વિગતો અને તે દરમિયાન લેવાયેલા નિર્ણયો વિશે વાત કરતા ગવર્નરે આ જાહેરાત કરી હતી.

RBI
RBI

ભારતમાં બેંકિંગ સેક્ટરની સ્થિતિ ખૂબ જ મજબૂત

ગત ફેબ્રુઆરીમાં મળેલી MPCની બેઠકમાં રેપો રેટ 0.25 ટકા વધારીને 6.50 ટકા કરવામાં આવ્યો હતો. તે સમયે આરબીઆઈએ કહ્યું હતું કે રિટેલ ફુગાવાને નિયંત્રણમાં રાખવા અને ઉચ્ચ વૃદ્ધિ દર જાળવી રાખવા માટે મુખ્ય નીતિ દરમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આરબીઆઈ ગવર્નરે આજે પોતાના નિવેદનમાં કહ્યું કે, MPCના તમામ સભ્યો રેપો રેટમાં ફેરફાર ન કરવાના પક્ષમાં છે. તેમણે કહ્યું કે ભારતમાં બેંકિંગ સેક્ટરની સ્થિતિ ખૂબ જ મજબૂત છે. નાણાકીય વર્ષ 2023 માં દેશમાં ખાદ્ય અનાજના ઉત્પાદનમાં 6% નો વધારો થયો છે. RBI મુજબ નાણાકીય વર્ષ 2024 માં ફુગાવો ઘટવાની ધારણા છે. તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2024 માં જીડીપી વૃદ્ધિ 6.5% રહી શકે છે.

નાણાકીય વર્ષ 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ 7.8% રહી શકે

ફુગાવા પર બોલતા, ગવર્નર શક્તિકાંતે કહ્યું કે નાણાકીય વર્ષ 2024 માં છૂટક ફુગાવાનો દર (CPI) 5.2 ટકા હોઈ શકે છે. તેમણે કહ્યું કે મધ્યમ ગાળામાં ફુગાવાને નિર્ધારિત મર્યાદામાં લાવવાનું લક્ષ્ય છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી મોંઘવારી નિર્ધારિત મર્યાદામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. આરબીઆઈ ગવર્નરે અનુમાન લગાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ 7.8% રહી શકે છે. દાસે કહ્યું કે તાજેતરના વર્ષોમાં દેશમાં સર્વેલન્સ સિસ્ટમ મજબૂત કરવામાં આવી છે. લિક્વિડિટી મેનેજમેન્ટ પર આરબીઆઈની નજર રહે છે. રૂપિયાની સ્થિરતા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પ્રયાસો પણ ચાલુ છે. RBI ગવર્નરે કંપનીઓને મૂડી બફર બનાવવાની સલાહ આપી છે.

Back to top button