15 ઓગસ્ટટોપ ન્યૂઝનેશનલ

ફૌજીઓના નામથી ઓળખાય છે બૂંદીનું આ ગામ, આ માટીએ ભારતીય સેનાને આપ્યા સેંકડો શૂરવીર

Text To Speech

રાજસ્થાનમાં બૂંદીના એક ગામને ફૌજીઓના ગામથી ઓળખવામાં આવે છે. સેના માટે આજે પણ આ ગામના યુવાનોમાં અનોખું જુનુન જોવા મળે છે. આ માટીએ 500 સૈનિક આપ્યા છે. દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. દરેક ઘરમાં તિરંગા અભિયાન પણ જોરશોરથી ચાલી રહ્યો છે. આ પ્રસંગે આ ગામના લોકો વીર સપૂતોને યાદ કરી રહ્યાં છે. અમે વાત કરી રહ્યાં છીએ બૂંદી જિલ્લાના એક એવા ગામની જેને ફૌજીઓનું ગામ પણ કહેવામાં આવે છે. બૂંદીથી લગભગ 40 કિલોમીટર દૂર ઉમર ગામને ફૌજીઓના ગામથી ઓળખાય છે.

ચોથી પેઢી પહોંચી સેનામાં
પહેલું વિશ્વયુદ્ધ હોય કે બીજું કે પછી હોય કારગિલ વોર… બૂંદી જિલ્લાના આ ગામના જાંબાઝ ક્યારેય પાછળ નથી હટ્યા. કેટલાંક તો માતૃભૂમિની રક્ષા કરતા કરતા શહીદ પણ થયા છે. જિલ્લામાં ઉમર એક એવું ગામ હશે જ્યાં ચોથી પેઢી સેનામાં પહોંચી ગઈ છે. જાણકારોના મતે ઉમર ગામથી લગભગ અત્યાર સુધીમાં 500થી વધુ સૈનિક સેનામાં ભરતી થઈને દુશ્મના દાંત ખાટા કર્યા છે. ગામના બે સૈનિક વર્ષ 1965ના યુદ્ધમાં રઘુનાથ મીણા જમ્મુ ક્ષેત્ર અને વર્ષ 2002માં વીર બહાદુર જગદેવરાજસિંહ બિહારમાં શહીદ થયા હતા.

દરેક ઘરમાંથી સેનામાં છે 3-4 જવાન
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ગામના લગભગ 25 સૈનિકોએ અલગ અલગ જગ્યાએ દુશ્મનોને ધૂળ ચટાડી છે. ઉમરથી ભારતીય સેનામાં 12 કેપ્ટન, 15 સૂબેદાર, 8 નાયબ સૂબેદાર સહિત હવાલદાર અને ડઝનો સિપાહી દેશની સરહદના પ્રહરી રહી ચુક્યા છે. ઉમર ગામમાં પ્રત્યેક ઘરમાંથી ત્રણથી ચાર લોકો સેનામાં ભરતી થયા છે. ફૌજમાં રિટાયર્ડ થઈને આવેલા લોકો જે કિસ્સાઓ સંભળાવે છે તે રુંવાડા ઊભા કરી દે છે.

આજે પણ જુસ્સો અકબંધ
સેનામાંથી રિટાયર્ડ કેપ્ટન દેવીસિંહ મીણા, કેપ્ટન પાંચૂલાલ મીણા, સૂબેદાર કજોડલાલ ધોબી, નાયક શિવજીલાલ મીણા, હવાલદાર હરચંદ્ર મીણા, પ્રભુલાલ મીણા આજે પણ જોશો તો દુશ્મન સામે લડવા તૈયાર જોવા મળે છે. આ વીર જવાનોની ઉમરની સાથે સાથે તેમનો જુસ્સો પણ વધ્યો છે. તેમના જણાવ્યા મુજબ દુશ્મનના દાંત ખાટા કરવાના જુસ્સામાં ઘટાડો નથી થયો. જરૂર પડી તો આજે પણ સરહદે પહોંચી જવા તૈયાર છીએ.

ચાર પેઢી દેશ સેવામાં

  • ઉમરના રુગા હવાલદારે પ્રથમ વિશ્વયુદ્ધમાં જંગ લડી, બાદમાં રુગાના પુત્ર શ્રીલાલ મીણા આઝાદ હિન્દ સેનામાં ગાર્ડ કમાન્ડર રહ્યાં. તેમને બીજું વિશ્વયુદ્ધ લડ્યું. ત્રીજી પેઢીમાં કેપ્ટન દેવીસિંહ મીણા જેમને 1971ના યુદ્ધમાં ભાગ લીધો. ચોથી પેઢીમાં દેવીસિંહ મીણાના પુત્ર અર્જુન મીણા જે 14 વર્ષથી પાકિસ્તાન બોર્ડર પર હવાલદાર બનીને દેશની રક્ષા કરી રહ્યાં છે.
  • ઉમરના છોગા સિંહે પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો, તેઓ સિપાહી હતા. તે પછી તેમના પુત્ર હરનાથ મીણા સેનામાં ભરતી થયા. જે બાદ હરનાથના પુત્ર જગદેવ સિંહ સૈનિક બન્યા જેઓ 2000માં બિહારમાં શહીદ થયા. જે બાદ જગદેવના પુત્ર દેવરાજ મીણા CRPFમાં જોડાયા. તેઓ સાત વર્ષથી સેનામાં છે. જગદેવના પુત્ર IIT કરી રહ્યો છે. ત્રણ પુત્ર અભ્યાસ કરી રહી છે. તેમની મા કમલા દેવી આજે પણ ગામના યુવકોને ફૌજમાં જોડાય તે માટે પ્રેરિત કરે છે.
  • ઉમરના ગણેશરામ મીણાએ બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો. જે બાદ પુત્ર કાનારામ મીણા ફૌજમાં હવાલદાર બન્યા. ત્રીજી પેઢીમાં જગદીશ મીણા, હરચંદ મીણા અને પ્રભુલાલ મીણા ફૌજમાં સામેલ થયા. હવે ચોથી પેઢીમાં શિવપ્રકાશ મીણા અને પ્રવીણકુમાર સેનામાં ભરતી થયા છે.
Back to top button