ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદના આ રોડને રૂ.4.75 કરોડના ખર્ચે સિંધુભવન રોડ જેવો આઇકોનિક બનાવાશે

  • સિંધુભવન રોડ જેવો ‘લૂક’ અને ‘ટચ’ આપીને આઈકોનિક રોડ બનાવવામાં આવશે
  • AMC દ્વારા શહેરના સાતેય ઝોનમાં આઈકોનિક રોડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું
  • રાજપથ ક્લબ રોડ ફક્ત 30 મીટર પહોળો હોવાથી ઈન્દિરા બ્રિજ જેવો આઇકોનિક રોડ બનશે નહીં

અમદાવાદના રાજપથ ક્લબ રોડને 4.75 કરોડના ખર્ચે સિંધુભવન રોડ જેવો આઇકોનિક બનાવાશે. સેન્ટ્રલ વર્જમાં ઓક્ટાગોનલ પોલ્સ, ફૂટપાથ પર પોસ્ટ ટોપ ફીટિંગ સાથેના પોલ્સ બનાવાશે. તથા નવી સ્ટ્રીટલાઇટ નખાશે, ફૂટપાથ પર બેન્ચિસ મુકાશે તેમજ બોલાર્ડ લગાવાશે. અને AMC દ્વારા શહેરના સાતેય ઝોનમાં આઈકોનિક રોડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

સિંધુભવન રોડ જેવો ‘લૂક’ અને ‘ટચ’ આપીને આઈકોનિક રોડ બનાવવામાં આવશે

AMC દ્વારા શહેરના ઉત્તર- પશ્ચિમ ઝોનમાં આવેલા રાજપથ ક્લબ રોડને રૂ. 4 કરોડ, 75 લાખના ખર્ચે ફોર લેનનો ‘આઈકોનિક રોડ’ બનાવવામાં આવશે. રાજપથ ક્લબ રોડ 30 મીટરનો હોવાથી આ રોડને સિંધુભવન રોડ જેવો ‘લૂક’ અને ‘ટચ’ આપીને આઈકોનિક રોડ બનાવવામાં આવશે. આ હેતુસર આવતીકાલે સોમવારે યોજાનારી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવશે. AMC દ્વારા શહેરના સાતેય ઝોનમાં આઈકોનિક રોડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. AMC દ્વારા 30 મીટરના રાજપથ ક્લબ રોડ પર સિંધુભવન રોડની જેમ રોડસાઇડ અને ફૂટપાથ પર બેન્ચીસ મુકાશે, બોલાર્ડ લગાવાશે, અને ડેકોરેટિવ સાઈટ તૈયાર કરાશે અને બ્યુટિફિકેશન કરવામાં આવશે તેમજ આ રોડ પર નવી સ્ટ્રીટલાઇટ નાખવામાં આવશે. આ ફોર લેનના રોડ પર સેન્ટ્રલ વર્જ બનાવાશે અને સેન્ટ્રલ વર્જમાં ઓક્ટાગોનલ પોલ્સ તેમજ ફૂટપાથ પર પોસ્ટ ટોપ ફીટિંગ સાથેના પોલ્સ ઊભા કરવામાં આવશે.

એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીનો રોડ 60 મીટર પહોળો છે

આ હેતુસર સપ્લાય, ઈન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ ઓફ સ્ટ્રીટલાઈટિંગ સિસ્ટમ વિથ કમ્પ્લીટ ઈલેક્ટ્રીકલ એન્ડ મિકેનિકલ એસેસરીઝ સાથેની કામગીરી કરાવવા માટે 39.44 ટકા ઓછા ભાવના એવરેસ્ટ મલ્ટીટેકના રૂ. 2 કરોડ, 87 લાખના ટેન્ડર સાથેની દરખાસ્ત રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં રજૂ કરાશે. AMC દ્વારા એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીનો સૌપ્રથમ તૈયાર કરાયેલા આઇકોનિક રોડની જેવો આ રોડ બનશે નહીં. એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીનો રોડ 60 મીટર પહોળો છે જ્યારે રાજપથ ક્લબ રોડ ફક્ત 30 મીટર પહોળો હોવાથી ઈન્દિરા બ્રિજ જેવો આઇકોનિક રોડ બનશે નહીં. જોકે, રાજપથ ક્લબ રોડને સિંધુભવન રોડ જેવો ‘લૂક’ અને ‘ટચ’ આપવામાં આવશે.

Back to top button