રસોડામાં રાખેલા આ તેલ હૃદય માટે ખતરનાક, શરીરને પહોંચાડે છે નુકસાન

- મોટાભાગના ભારતીય રસોડામાં સૂર્યમુખી, સોયાબીન, કેનોલા અને મકાઈ જેવા સીડ ઓઈલનો ઉપયોગ થાય છે. ડોકટરો કહે છે કે તે જોવામાં એટલા ખતરનાક નથી, પરંતુ તે રિયલ ફૂડ પણ નથી
HD ન્યુઝ ડેસ્કઃ રસોઈ માટે વપરાતું તેલ હાર્ટ માટે હેલ્ધી હોવાનું તો કહેવાય છે, પરંતુ નિષ્ણાતો આ વાતને સ્વીકારતા નથી. હેલ્થ એક્સ્પર્ટ્સ માને છે કે આવા તેલ તમારા હૃદયને નુકસાન dangerous for the heart પહોંચાડે છે. જાણો રસોડામાં હાજર સીડ ઓઈલ તેલ શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે
સીડ ઓઈલ હાનિકારક
મોટાભાગના ભારતીય રસોડા અને રેસ્ટોરાંમાં સૂર્યમુખી, સોયાબીન, કેનોલા અને મકાઈ જેવા સીડ ઓઈલનો ઉપયોગ થાય છે. ડોકટરો કહે છે કે તે જોવામાં એટલા ખતરનાક નથી, પરંતુ તે રિયલ ફૂડ પણ નથી. આ ઔદ્યોગિક ઉત્પાદનો છે જે ફેક્ટરીમાં હાઈ હીટ, કેમિકલ અને પ્રેશર સાથે કાઢવામાં આવે છે. તેલ કાઢવાની આ પદ્ધતિ તેને ઓક્સિડાઇઝ કરે છે અને તેના સ્ટ્રક્ચરને ડેમેજ કરે છે.
આ તેલ ખાવાથી શું થાય છે?
જ્યારે તમે આવા ઓક્સિડાઇઝ્ડ તેલમાં રાંધેલો ખોરાક ખાઓ છો, ત્યારે તે તમારા શરીરમાં ફ્રી રેડિકલ ઉત્પન્ન કરે છે. આનાથી બળતરા વધે છે. જેના કારણે કોષોને નુકસાન થાય છે અને હૃદય સંબંધિત સમસ્યાઓ ઉપરાંત, કેન્સર અને સ્થૂળતાનું જોખમ વધે છે.

ઓમેગા-6 ફેટી એસિડથી હોય છે ભરપૂર
આ પ્રકારના તેલમાં ઓમેગા-6 ફેટી એસિડ હોય છે, ખાસ કરીને લિનોલીક એસિડ. ઓમેગા-6 નું વધુ પડતું સેવન શરીરના સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે. તે બળતરા વધારે છે અને સારા કોલેસ્ટ્રોલને નુકસાન પહોંચાડી શકે છે. આ તેલ ડાયાબિટીસનું જોખમ વધારે છે અને ક્રોનિક રોગોને ઉત્તેજિત કરી શકે છે.
ટ્રાન્સ ફેટની માત્રા પણ વધુ
કેટલાક સીડ ઓઈલમાં ટ્રાન્સ ફેટની માત્રા વધુ હોય છે. આવા તેલ ખતરનાક હોય છે અને કેન્સર તેમજ હૃદય રોગનું જોખમ ઊભું કરે છે.
રેસ્ટોરાંમાં તેનો ઉપયોગ વધુ ખતરનાક
આ પ્રકારના તેલનો ઉપયોગ રેસ્ટોરાંમાં વધુ ખરાબ રીતે થાય છે કારણ કે તેને ઘણા દિવસો સુધી વારંવાર ગરમ કરવામાં આવે છે, જે ઝેરી એલ્ડીહાઈડ ઉત્પન્ન કરે છે.
શું વધુ સારું છે?
ડોક્ટરો કહે છે કે કોલ્ડ પ્રેસ્ડ અથવા ન્યૂનતમ પ્રોસેસ્ડ તેલનો ઉપયોગ કરો. ઉપરાંત ઓમેગા 6 અને ઓમેગા 3 નું વધુ સારું સંતુલન જાળવવાનું લક્ષ્ય રાખો.
આ પણ વાંચોઃ વરસાદમાં ઈમ્યુનિટી નબળી પડવાનો ડર હોય તો રાખો આટલી વાતનું ધ્યાન, રહેશો તંદુરસ્ત











