વોટ્સઅપમાં છેતરપીંડીની આ છે નવી રીત…
વોટ્સઅપ પર જાતજાતના મેસેજ આવતા હોય છે અને લોકો ઘણાખરા મેસેજ તપાસ્યા વગર સાચા માની લેતા હોય છે. આ અંગે તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે.
તાજેતરમાં છેતરપીંડીની બે નવી રીત સામ આવી છે
રીત નં 1
એક રીતમાં કોઈ જાણીતા ચહેરાનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રોફાઈલમાં કોઈ જાણીતા પોલીસ અધિકારીનો કે અન્ય મોટા સરકારી કર્મચારીનો ફોટો રાખીને લોકો પાસેથી નાણાકીય મદદ માંગવામાં આવે છે. ક્યારેક તો મુખ્યમંત્રીનો ફોટો પણ વાપરવામાં આવે છે.
આ પણ વાંચો: ભારતીય વિદ્યાર્થીઓને ફ્રાન્સ જવા માટે ‘બમ્પર’ તક….
રીત નં 2
બીજી રીતમાં પણ જરૃરિયાતમંદ લોકો માટે ફંડ ઉઘરાવાય છે. આ ફંડ જાણીતી બેન્ક કે પછી રિઝર્વ બેન્ક કોઈ સંસ્થા દ્વારા ઉઘરાવાય છે. એવો મેસેજ કરવામાં આવે છે.
મેસેજમાં વળી ઈમોશનલ અપીલ પણ હોય છે
ઘણા લોકો આવા મેસેજ સાચા માનીને ડોનેશન કરી દેતાં હોય અથવા તો પોતાની અંગત વિગતો આપી દેતાં હોય છે. પરંતુ આવા કિસ્સામાં બેન્કની ડિટેઈલ્સ પણ છેતરનાર સુધી પહોંચી જવાની શક્યતા રહેલી છે.