ટ્રેન્ડિંગમનોરંજનવિશેષ

એક્ટર બનવા માટે આ એન્જિનિયરે છોડ્યું હતું 26 લાખનું પેકેજ, જાણો રસપ્રદ કહાની

Text To Speech
  • વર્ષો સુધી ગુજરાતી નાટકમાં કામ કર્યું
  • ‘સ્કેમ 1992’ વેબસિરીઝથી મળી સફળતા
  • 19 એપ્રિલે રિલીઝ થશે તેની આગામી ફિલ્મ

 HDNEWS, 13 એપ્રિલ: ‘સ્કેમ 1992’ થી જાણીતા બનેલા પ્રતીકે પોતાના સંઘર્ષના દિવસોને પોતાને વાગોળતા જણાવ્યું હતું કે તે ઘણી વાર પોતાના ચહેરાના રંગને કારણે રિજેક્શનનો સામનો કરી ચૂક્યો છે. મુંબઈમાં યોજાયેલી એક લાઈવ ઇવેન્ટમાં પોતાની આવનારી ફિલ્મ ‘દો ઓર દો પ્યાર’ ના પ્રમોશન માટે પહોંચેલા પ્રતીક ગાંધીએપોતાની ભુતકાળની કેટલીક વાતો શેર કરી હતી.

 સંઘર્ષના દિવસોને યાદ કર્યા

‘સ્કેમ 1992’ સીરીજથી જાણીતા થયેલા આ ગુજરાતી એક્ટરે જણાવ્યું હતું કે મારા ચહેરાના કારણે તે ઘણીવાર રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. એક વ્યકિતએ તો મને ત્યાં સુધી કીધું હતું કે બાકી બધું તો ઠીકઠાક છે પણ હું તને અમીર માણસ તરીકે નહી દર્શાવી શકું. જ્યારે ટીવી ઇન્ડસ્ટ્રીએ મારો ક્યારેય સ્વીકાર જ નથી કર્યો. પણ પોતાની કરીઅરમાં ક્યારેય હારી નથી માની. પ્રતિકે વર્ષો સુધી થિયેટર કર્યું છે અને પોતાને સતત મોટીવેટ કરતો હતો. પછી સમય જતા સારા પ્રોજેક્ટ મળવા લાગ્યા.

એક્ટિંગ માટે છોડ્યું 26 લાખનું પેકેઝ

પ્રતિકે જણાવ્યું હતું કે મને પેહલો પગાર 25000 રુપિયા હતો ત્યારે હું ઘણો જ ખુશ થયો હતો. ફિલ્મો અને એક્ટીંગ કરતા પહેલા તે એક એન્જિનિયર તરીકે એક કંપનીમાં કામ કરતો હતો. તેણે એક્ટિંગમાં કામ કરવા માટે વાર્ષિક 26 લાખનું પેકેજ અને નોકરી પણ છોડી દીધી હતી. વેબ સિરીઝ ‘સ્કેમ 1992’ સુપરહિટ સાબિત થઈ હતી જે તેના જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ પણ રહ્યો છે. આ સિરીઝથી તેણે સારી એવી નામના અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હતી જે પછીથી તેણે ઘણા બધા ઈન્ટરવ્યું પણ આપ્યા હતા.

19 એપ્રિલે રિલીઝ થશે તેની નવી ફિલ્મ

19 એપ્રિલે રિલીઝ થનારી ‘દો ઔર દો પ્યાર’ ફિલ્મમાં વિદ્યા બાલન સાથે પણ જોવા મળશે. જ્યારે તે વિધ્યા બાલન સાથે પહેલીવાર મળ્યો ત્યારે એટલો બધો ઉત્સાહમાં આવી ગયો કે પોતાને કંન્ટ્રોલ નહોતો કરી શક્યો. આ સમયે તે ઘણો જ નર્વસ થઈ ગયો હતો. પ્રતીક ગાંધી છેલ્લે કુણાલ ખેમુ દ્વારા ડિરેક્ટ કરાયેલી ‘મડગાંવ એક્સપ્રેસ’ માં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: ગોલમાલ-5 કન્ફર્મ : રોહિત શેટ્ટી ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરવા તૈયાર

Back to top button