ટ્રેન્ડિંગમનોરંજનવિશેષ

આ વીકેન્ડ એન્ટરટેઇનમેન્ટના નામે, જાણો કઈ ફિલ્મો રિલીઝ થઈ

Text To Speech
  • વર્ષની મોસ્ટ અવેટેડ ‘અમરસિંહ ચમકીલા’માં જોવા મળશે દિલજીત દોસાંઝ
  • રજનીકાંતની લાલ સલામ પણ આજે રિલીઝ થઈ છે
  • મલયાલમ ફિલ્મ પ્રેમાલુ અને બીજી ઘણી બધી ફિલ્મો

મનોરંજન, 12 એપ્રિલ: આ વીકમાં ઓટીટી પર ઘણી બધી વેબ સીરીઝ અને ફિલ્મો રિલીઝ થવાની છે જેની ઘણા લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ઓટીટીટ પર રિલીઝ થનારી આ ફિલ્મો, સીરીઝોને આરામથી તમારા સમયે તમે જોઈ શકો છો. આ વર્ષની મોસ્ટ અવેટેડ બાયોપિક ‘અમર સિંહ ચમકીલા’, જેમાં પંજાબી સિંગર-એક્ટર દિલજીત દોસાંઝ અને પરિણીતિ ચોપરા લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય મલાયલ ફિલ્મ ‘પ્રેમાલુ’ ની પણ લોકો આતુરતાથી રાહ જોય રહ્યા છે.

અમર સિંહ ચમકીલા

પંજાબી ગાયક અને અભિનેતાના જીવન પર બનેલી આ ફિલ્મ ઇમ્તિયાઝ અલીએ બનાવી છે. જેની સ્ટારકાસ્ટમાં દિલજીત દોસાંઝ અને પરિણીતી ચોપારા છે. નેટફ્લિક્સ પર આ જે એટલે કે 12 એપ્રિલે રિલીઝ થઈ ગઈ છે.

ફોલઆઉટ

આ સીરીઝ પણ આજરોજ 12 એપ્રિલે એમઝોન પ્રાઈમ વીડિયો પર રીલીઝ થઈ ચુકી છે. જોનાથન નોલન અને લિસા રોયની ફોલઆઉટ વીડિયો ગેમની સ્ટારકાસ્ટની સાથે તેની વાર્તા પણ સરસ છે.

પ્રેમાલુ

મલયાલમ ફિલ્મ પ્રેમાલુ થિયટરોમાં 9 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી અને હવે આજથી આ હિટ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર ઓટીટી પર પણ ધમાલ મચાવશે.

ધ હાઈજેક ઓફ ફાઈટ 601

આ થ્રિલર સીરિઝની વાર્તા 1970ના બે હથિયારબંદ લોકો એક હાઈજેક મિશન પર છે, જેમાં બતાવ્યું છે કે કોલંબિયાની સરકારની પાસે તેઓ પોતાની શરતો પૂરી કરાવવા મજબુર કરી રહ્યા છે. વાસ્તવિક ઘટના પર આધારિત આ સિરીઝને નેટફ્લિક્સ પર તમે જોય શકો છો.

હાર્ટબ્રેક હાઈ સીઝન 2

હાર્ટબ્રેક હાઈ સીઝન 2 હવે નેટફ્લિક્સ પર તમે જોઈ શકો છો. આ સીઝનનો પહેલો ભાગ રિલીઝ થયો હતો ત્યારથી લોકો આની આતુરતાથી રાહ જોતા હતા.

લાલ સલામ

થિયેટરોમાં આજે રિલીઝ થયેલી સાઉથના સુપરસ્ટારર લાલ સલામ ફિલ્મ તમે સન નેક્સ્ટ પર જોઈ શકો છો. આ ફિલ્મની વાર્તા કોમ્યુનિસ્ટ આઈડ્યોલોજી પર આધારિત છે.

આ પણ વાંચો: આ તો સરકસ છે કે બાઈક? અધધ…આટલા લોકો બેસી શકે? જૂઓ વાઈરલ વીડિયો

Back to top button