ટ્રાવેલટ્રેન્ડિંગનેશનલયુટિલીટી

રેલવેમાં મુસાફરી દરમિયાન પડતી મુશ્કેલી દૂર કરશે આ એપ, જાણો વિગત

  • રેલ મદદ એપ તમારી કોઈ પણ સમસ્યાનો ઉકેેલ લગભગ અડધા કલાકમાં કરી આપે છે, રેલ એપ પર અભિપ્રાય પણ આપી શકાય છે

HD ન્યૂઝ ડેસ્ક, 8 જુલાઈ: ઘણી વખત ટ્રેનમાં મુસાફરી કરતી વખતે અન્ય પેસેન્જર તમારી કન્ફર્મ સીટ પર બેસી જાય છે અને જો તમે તેમને જગ્યા આપવાનું કહો છો તો ઘણીવાર વાત બગડી પણ હોય છે અથવા તમને ઉપરની સીટ મળે છે અને તમને ચડવામાં મુશ્કેલી પડે છે, આવી સમસ્યાઓના ઉકેલ માટે તમે એપની મદદ લઈ શકો છો. ભારતીય રેલવેનો દાવો છે કે લગભગ અડધા કલાકમાં આ સમસ્યાઓનું નિરાકરણ આવી રહ્યું છે. જેથી હવે તમારે પણ જો ક્યારેય રેલવેમાં મુસાફરી કરવાનું થાય અને તમારે પણ મુસાફરી દરમિયાન આવી સમસ્યાનો સામનો કરવાનો થાય, તો તમે પણ આ એપ્લિકેશનને અજમાવી જુઓ, તમને ચોક્કસપણે ઉકેલ મળશે.

રેલવે મુસાફરી દરમિયાન Rail Madad એપ કરશે તમારી મદદ

ઉત્તર મધ્ય રેલવેના આગ્રા ડિવિઝનના પબ્લિક રિલેશન ઓફિસરના જણાવ્યા અનુસાર, રેલ મદદ એપ (rail madad app) અને X (ટ્વિટર) પર ટ્રેનો સંબંધિત ફરિયાદો પર સતત નજર રાખવામાં આવી રહી છે અથવા ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મુસાફરો Rail Madad એપની મદદ લઈ શકે છે અથવા ટ્રેન સંબંધિત ફરિયાદ નોંધાવી શકે છે. વૃદ્ધ મુસાફરોને અપર બર્થને બદલે લોઅર બર્થ, વૃદ્ધો માટે દવા, કન્ફર્મ ટિકિટ પર બેઠેલા અન્ય યાત્રી, બાળક માટે દૂધ અથવા કોઈપણ પ્રકારની તબીબી સહાયનો લાભ લઈ શકાય છે. આગ્રા ડિવિઝનમાં જૂન મહિનામાં સરેરાશ 37 મિનિટના સમયમાં 634 ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવ્યું હતું.

તમારી ફરિયાદનું તરત જ મળશે નિરાકરણ

ભારતીય રેલવે એપ દ્વારા ઓનલાઈન સુવિધાઓ પૂરી પાડી રહી છે, જેથી રેલવેમાં મુસાફરી દરમિયાન પડતી તકલીફો સુધી સરળતાથી પહોંચી શકાય અને તેનું તાત્કાલિક નિરાકરણ પણ લાવી શકાય છે. Rail Madad એપ દ્વારા મુસાફરી દરમિયાન ફરિયાદો નોંધાવી શકાય છે. સુવિધા માંગવા કે ફરિયાદ કરવા માટે સામાન્ય વિગતો, ઘટનાની તારીખ, ઘટના સ્થળ, અંગત વિગતો, મોબાઈલ નંબર અને ઈ-મેલ જેવી માહિતી આપવાની રહેશે.

મુસાફરો પાસેથી માંગવામાં આવે છે અભિપ્રાય

જો Rail Madad એપ પર કોઈ ફરિયાદ અથવા સમસ્યાની જાણ કરવામાં આવે છે, તો રેલવે દ્વારા તેનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે છે. રેલવેએ દરેક સમસ્યાના ઉકેલ માટે સમય મર્યાદા પણ નક્કી કરી છે. જો નિયત સમયમાં ફરિયાદનું નિરાકરણ ન આવે તો તે ઉચ્ચ અધિકારી સુધી પહોંચે છે. ફરિયાદીને ઉકેલ વિશે માહિતી આપવા ઉપરાંત તેમની પાસેથી ફીડબેક પણ લેવામાં આવી રહ્યો છે જેથી કરીને જાણી શકાય કે પેસેન્જર ઉકેલથી સંતુષ્ટ છે કે નહીં.

તમે પણ હવે જ્યારે રેલવેની મુસાફરી કરો ત્યારે જો તમને આવી કોઈ તકલીફ પડે તો તમે પણ આ રેલ મદદ એપની મદદ લઈ અને તમારી સમસ્યાનો ઉકેલ અડઘા કલાકમાં લાવી શકો છો.

આ પણ વાંચો: રેલવેએ આ રૂટ પર 13 સમર સ્પેશિયલ ટ્રેનોની સેવાઓ 31 જુલાઈ સુધી લંબાવી, અહીં જુઓ સંપૂર્ણ લિસ્ટ

Back to top button