ઇન્ટરનેટ વગર કામ કરશે આ AI ચેટબોટ, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો?


ટેક ન્યૂઝ, 15 ફેબ્રુઆરી : ઓપન AI દ્વારા ChatGPT ની શરૂઆત થઈ ત્યારથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની દુનિયામાં ક્રાંતિ આવી છે. ChatGPT ના આગમનથી લગભગ દરેક ટેક કંપની પોતાનું ચેટબોટ ટૂલ ઓફર કરે છે. હવે ગ્રાફિક્સ કાર્ડ નિર્માતા Nvidia દ્વારા પર્સનલ ચેટબોટ રજૂ કરવામાં આવ્યું છે. Nvidia ગ્રાફિક્સ કાર્ડ બનાવતી વિશાળ કંપનીઓમાંની એક છે, Nvidia ના આ ચેટબોટનું નામ Chat With RTX છે. અત્યાર સુધી ઉપલબ્ધ તમામ ચેટબોટ્સથી આ ખૂબ જ અલગ અને ખાસ છે.
Nvidia એ તેના ચાહકો માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત Chat With RTX નામનું ચેટબોટ બહાર પાડ્યું છે. આ ચેટબોટની ખાસ વાત એ છે કે તમારા PC પર ઇન્ટરનેટ ડેટા કનેક્શન ન હોય તો પણ તે કામ કરશે. Nvidiaનું પોતાનું AI પ્લેટફોર્મ છે જે બિઝનેસ માટે એન્ડ ટુ એન્ડ સર્વિસ પૂરી પાડે છે. હવે કંપની પોતાનું ચેટબોટ બનાવશે.
Chat with RTX સાથે ફાઇલો શેર કરી શકાશે
Nvidiaનું Chat with RTX એ પ્રથમ ચેટબોટ છે. કંપનીએ હાલમાં આ ચેટબોટને યુઝર્સ માટે ડેમો તરીકે ફ્રીમાં ઉપલબ્ધ કરાવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ એક પર્સનલ AI ચેટબોટ છે. કંપનીએ કહ્યું કે આ ચેટબોટને બહારની દુનિયાની કોઈ જાણકારી નથી પરંતુ જો તમે તેનો ઉપયોગ કરો છો, તો તમે તેની સાથે દસ્તાવેજો અને ફાઇલો શેર કરી શકો છો.
Nvidiaનું આ નવું ચેટબોટ ટેક્સ્ટ, pdf, doc/docx અને xml ફાઇલ ફોર્મેટને સપોર્ટ કરે છે. એટલું જ નહીં, આ ચેટબોટ યુટ્યુબ વીડિયો અને પ્લેલિસ્ટ URL ને પણ સ્વીકારે છે. આ ચેટબોટ વીડિયો ટ્રાન્સક્રપ્શન દ્વારા પ્રશ્નોના જવાબ આપી શકે છે. આ કામ માટે તેને ઇન્ટરનેટની જરૂર પડે છે.
આ પણ વાંચો : વાઇફાઇ રાઉટર સાથે આ ભૂલ ક્યારેય ન કરો