ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

ગૂગલ ક્રોમ યુઝર્સ માટે સરકારે જારી કરી ચેતવણી, CERT-In એ કહ્યું…

Text To Speech

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી : જો તમે મોબાઈલ, લેપટોપ કે ડેસ્કટોપ પર ગૂગલ ક્રોમનો ઉપયોગ કરો છો, તો તમારા માટે એક મોટા સમાચાર છે. જો તમે ઓનલાઈન કામ કરો છો તો તમારે હવે સાવધાન થવાની જરૂર છે. આ અંગે સરકાર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સરકારી સુરક્ષા એજન્સી CERT-In એ ગૂગલ ક્રોમ ઓએસનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓ માટે ચેતવણી જારી કરી છે. તમારા ડેટાને સુરક્ષિત રાખવા માટે તમારે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે.

ક્રોમ બ્રાઉઝરને લઈને કમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા ચેતવણી જારી કરવામાં આવી છે. એજન્સીને આ સર્ચ એન્જિનના એક વર્ઝનમાં કેટલીક ખામીઓ મળી છે. આ બ્રાઉઝરની એવી ખામીઓ છે જે યુઝર્સના પર્સનલ ડેટા અને પ્રાઈવસી માટે મોટો ખતરો બની શકે છે.

CERT-In એ જણાવ્યું છે કે સ્માર્ટફોન અથવા લેપટોપ વપરાશકર્તાઓએ તેમના બ્રાઉઝરને 114.0.5735.350 અથવા તેના નવા સંસ્કરણ પર તરત જ અપડેટ કરવું જોઈએ. CERT-In અનુસાર, સ્કેમર્સ અથવા હેકર્સ આ ખામીઓનો ફાયદો ઉઠાવી શકે છે અને તમારો વ્યક્તિગત ડેટા ચોરી શકે છે. જો તમે તમારો ડેટા સુરક્ષિત રાખવા માંગો છો તો તરત જ આ અપડેટ કરો. માત્ર ડેટાની ચોરીની સાથે હેકર્સ તમારી સિસ્ટમમાં ખોટા કોડ પણ દાખલ કરી શકે છે.

આ પણ વાંચો : સમાન નાગરિક ધારો – UCC વિશે તમે જાણવા માગો એ બધું અહીં વાંચો

Back to top button