બાંગ્લાદેશમાં 10 દિવસમાં ત્રીજા હિન્દુ યુવકની હત્યા, હવે બજેન્દ્ર બિશ્વાસને ગોળી મરાઈ

- મયમનસિંઘના ભાલુકા સ્થિત એક કાપડ ફેક્ટરીમાં એક હિન્દુ યુવક અને અંસાર સભ્ય બજેન્દ્ર બિશ્વાસની તેના સાથી કર્મચારી દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે
30 ડિસેમ્બર, 2025, ઢાકાઃ બાંગ્લાદેશમાં 10 દિવસમાં ત્રીજા હિન્દુ યુવાન Third Hindu youth murdered બજેન્દ્ર બિશ્વાસની હત્યા કરવામાં આવી છે. murdered in Bangladesh આ ઘટના એ જ મયમનસિંહ જિલ્લામાં બની હતી, જ્યાં 18 ડિસેમ્બરના રોજ દીપુ ચંદ્ર દાસ નામના હિંદુ યુવકની માર મારીને હત્યા કરવામાં આવી હતી અને પછી તેને જાહેરમાં ચાર રસ્તે સળગાવી દેવામાં આવ્યો હતો. આ તાજેતરની ઘટનાથી ફરી એકવાર હિંસા ભડકી છે.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે મયમનસિંઘના ભાલુકા સ્થિત એક કાપડ ફેક્ટરીમાં એક હિન્દુ યુવક અને અંસાર સભ્ય બજેન્દ્ર બિશ્વાસની તેના સાથી કર્મચારી દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અંસાર એક બાંગ્લાદેશી અર્ધલશ્કરી દળ છે જે ગ્રામ્ય સંરક્ષણ એકમ તરીકે કાર્ય કરે છે. બજેન્દ્ર 42 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે.
“দাদা গুলি করে দেই?” বলেই গুলি চালালো! প্রাণ গেল বজেন্দ্র বিশ্বাস নামের এক আনসার সদস্যের!#AllEyesOnBangladeshiHindus pic.twitter.com/pkCQAf9qu5
— Avro Neel Hindu 🕉️🇧🇩 (@avroneel80) December 30, 2025
અમૃત મંડલની હત્યા 3 દિવસ પહેલા થઈ હતી
આ પહેલા લગભગ ત્રણ દિવસ પહેલા ઢાકામાં અમૃત મંડલ નામના બીજા એક યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેના પર ખંડણી વસૂલવાનો આરોપ હતો. બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા કરવામાં આવી રહી છે અને તેમના ઘર સળગાવી દેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ સાણંદના કલાણા ગામે જૂથ અથડામણ, પોલીસનાં ધાડેધાડાં ઊતર્યાં











