ટ્રેન્ડિંગધર્મ

ચૈત્ર નવરાત્રિમાં માંગલિક કાર્ય, વાહન અને સોનાની ખરીદી માટે આ દિવસો છે શુભ

  • કમુરતા પુરા થયા બાદ સગાઈ, ગૃહ પ્રવેશ, પ્રોપર્ટી, વાહન,સોનું ખરીદવાથી લઈને નવો બિઝનેસ શરૂ કરવા સુધીના દરેક મુહૂર્ત મળી રહેશે. આ વખતે ચૈત્ર નવરાત્રિમાં દરરોજ ખાસ યોગ બની રહ્યા છે.

ચૈત્ર નવરાત્રિનું સમાપન 17 એપ્રિલ, 2024ના રોજ થઈ રહ્યું છે. નવરાત્રિના નવ દિવસ પૂજા પાઠ ઉપરાંત ખરીદી અને માંગલિક કાર્ય માટે શુભ માનવામાં આવે છે, પરંતુ આ વખતે ચૈત્ર નવરાત્રિમાં 13 એપ્રિલ સુધી કમુરતા રહેશે, તેથી શરૂઆતના કેટલાક દિવસોમાં શુભ કાર્ય અને ખરીદી ન કરવી. કમુરતા પુરા થયા બાદ સગાઈ, ગૃહ પ્રવેશ, પ્રોપર્ટી, વાહન,સોનું ખરીદવાથી લઈને નવો બિઝનેસ શરૂ કરવા સુધીના દરેક મુહૂર્ત મળી રહેશે. આ વખતે ચૈત્ર નવરાત્રિમાં દરરોજ ખાસ યોગ બની રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસો દરમિયાન કરાયેલી ખરીદીથી સમૃદ્ધિ અને સુખ વધે છે. આવા સંજોગોમાં શુભ કાર્ય અને ખરીદી ફલિત થશે. જાણો નવરાત્રિમાં કયા દિવસે માંગલિક કાર્ય અને ખરીદીનું શુભ મુહૂર્ત છે.

ચૈત્ર નવરાત્રિમાં માંગલિક કાર્ય, વાહન અને સોનાની ખરીદી માટે આ દિવસો છે શુભ  hum dekhenge news

નવરાત્રિ 2024 શુભ કાર્ય અને ખરીદીના મુહૂર્ત

વાહન ખરીદીનું મુહૂર્ત

15 એપ્રિલ, બપોરે 12.11 વાગ્યાથી 16 એપ્રિલ સવારે 5.54 વાગ્યા સુધી પુનર્વસુ અને પુષ્ય નક્ષત્ર

મુંડન શુભ મુહૂર્ત

15 એપ્રિલ, સવારે 5.55 વાગ્યાથી બપોરે 12.14 વાગ્યા સુધી પુનર્વસુ નક્ષત્ર

જનોઈ સંસ્કાર શુભ મુહૂર્ત

17 એપ્રિલ, બપોરે 3.14 વાગ્યાથી લઈને 18 એપ્રિલ 5.53 સુધી આશ્લેષા નક્ષત્ર

અન્નપ્રાશન મુહૂર્ત

15 એપ્રિલ સવારે 6.26 વાગ્યાથી બપોરે 12.10 સુધી પુનર્વસુ નક્ષત્ર

નવરાત્રિમાં ચાર દિવસ શુભ સંયોગ

14 એપ્રિલ (છઠ્ઠુ નોરતુ) ત્રિપુષ્કર યોગ, રવિ યોગ
15 એપ્રિલ (સાતમું નોરતુ) સર્વાર્થ સિદ્ધિ યોગ, સુકર્મા યોગ
16 એપ્રિલ (મહાષ્ટમી, આઠમું નોરતું) સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, ધૃતિ યોગ
17 એપ્રિલ (રામનવમી, મહાનવમી) રવિ યોગ

gold

વિશેષ યોગમાં કરો ખરીદી

વિશેષ યોગમાં ઘરેણાં, નવી પ્રોપર્ટીની ખરીદી કે ફ્લેટ બુક કરાવવાનું ફાયદાકારક હોય છે. સાથે નવા કામોની શરૂઆત કરવાનું પણ સફળતાદાયક રહે છે. નવરાત્રિમાં ગાડી, જમીન, મકાનની ખરીદી, રોકાણ, નવા કાર્યની શરૂઆત અને માંગલિક કાર્ય શુભ મુહૂર્ત જોઈને કરવું જોઈએ. સોનું, ચાંદી, વસ્ત્રો, વાસણ, ઘરનો સામાન, ફ્રિજ, ટીવી વગેરેની ખરીદી કોઈ પણ દિવસે કરી શકો છો. 13 એપ્રિલ બાદ ચાર દિવસ અનેક શુભ યોગ છે, તેથી આ ચાર દિવસમાં ખરીદી કરીને ઘરમાં ખુશીઓ લાવી શકો છો.

આ પણ વાંચોઃ રામલલાને મળી સોનાના અક્ષરોથી લખાયેલી રામાયણની ભેટ

Back to top button