ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મવિશેષશ્રી રામ મંદિર

રામલલાને મળી સોનાના અક્ષરોથી લખાયેલી રામાયણની ભેટ

Text To Speech

 અયોધ્યા, 11 એપ્રિલ:  દરેક ભારતીયોની આસ્થાના કેન્દ્રસમા શ્રી રામને સમગ્ર દેશમાંથી ભક્તો વિવિધ ભેટ ધરીને રામભક્તિનો ભાવ પ્રકટ કરી રહ્યા છે. હાલમાં જ એક પૂર્વ આઈએએસ અને તેમના ધર્મપત્ની દ્વારા શ્રી રામના ચરણોમાં સોનાની રામાયણ ભેટ ધરી છે. આ વિશિષ્ટ રામાયણના દર્શન સૌ કોઈ શ્રદ્ધાળુઓ કરી શકે તે માટે તેને રામલલાની સાથે ગર્ભગૃહમાં રાખવામાં આવી છે. અયોધ્યાના રામ મંદિરમાં સોનાના અક્ષરોથી લખાયેલી રામાયણની સ્થાપના ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે કરવામાં આવી હતી. તાંબાના પતરા પર સોનાથી કોતરાયેલા અક્ષરો વડે લખાયેલી આ રામાયણ એક પૂર્વ આઈએએસ અધિકારી અને તેમના ધર્મપત્નીએ શ્રી રામ જન્મભૂમિ ટ્ર્સ્ટને સમર્પિત કરી છે.

ભક્તો કરી શકશે દર્શન

ચૈત્ર નવરાત્રિના પેહલા જ દિવસથી ભક્તો આ રામાયણના દર્શન કરી રહ્યા છે. એમ.પી. કેડરના પૂર્વ આઈએએસ અધિકારી સુબ્રમણ્યમ લક્ષ્મીનારાયણ અને તેમના પત્ની સરસ્વતી ઘણા દિવસોથી ભગવાન રામ માટે સોનાની રામાયણ ભેટ ધરવા માગતાં હતાં. અંતે રામકૃપાથી તેમની ઇચ્છા પરિપૂર્ણ પણ થઈ. આ રામાયણ  તાંબાના 25 પતરાં પર સોનાના અક્ષરોથી લખાયેલી છે.

ટ્રસ્ટે સ્વીકારી દંપતિની ભેટ

દંપતિએ ભેટ ભગવાન રામ સુધી પહોંચે એ માટે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના ટ્રસ્ટીઓ સાથે સંપર્ક કરવાના ઘણા પ્રયત્નો કર્યાં હતા પરંતુ વાત જામી નહોતી. અંતે આ દંપતિને પોતાના આ પ્રકારના મનોરથ વિશે ટ્રસ્ટી ચંપત રાય સાથે વાત કરવાની તક મળી ગઈ. અને પોતાની ભેટ પ્રભુના ચરણોમાં રાખાવાનો આગ્રહ પણ કર્યો હતો. જેને ટ્રસ્ટ દ્રારા માન્ય રાખવામાં આવ્યો હતો.

રામનવમી માટે વિશેષ તૈયારી

હવે રામનવમી આવી રહી છે ત્યારે અયોધ્યામાં તેની ભવ્ય તૈયારીઓ પણ ચાલી રહી છે. આ શુભ પ્રસંગે ભક્તો માટે દર્શન કરવાનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે. દિવસના 24માંથી ચાર કલાક ભગવાનના સવાર, બપોર અને સાંજના રાજ ભોગ અને શ્રૃંગાર માટે ફાળવવામાં આવ્યા છે જ્યારે બાકીના 20 કલાક ભક્તો માટે દર્શન કરી શકશે. આ સુવિધા 15 થી 17 એપ્રિલની રહેશે. રામનવમીએ અયોધ્યામાં 100 જેટલી જગ્યાએથી રામમંદિરનું લાઈવ પ્રસારણ કરાશે.

આ પણ વાંચો:  હિન્દુ ધર્મમાં છે રાંધવા-ખાવાના પણ નિયમોઃ રાખશો ધ્યાન તો રહેશો ખુશ

Back to top button