યુટિલીટી

આ છે 2022ના સૌથી લોકપ્રિય અને ખતરનાક પાસવર્ડ, ભુલથી પણ ના વાપરશો

Text To Speech
  • 123456 મોસ્ટ કોમન પાસવર્ડ
  • આ પાસવર્ડને ક્રેક કરવામાં એક સેકન્ડ જ લાગે છે

આપણી ડિજિટલ ઓળખને ઓનલાઇન સેફ રાખવા માટે સૌથી વધુ જરૂરી હોય છે મજબૂત પાસવર્ડ. દુનિયાભરના મોટાભાગના દેશોમાં લોકો સરળ પાસવર્ડ જ રાખતા હોય છે અને ભારતમાં પણ એવુ જ બની રહ્યુ છે. ઓનલાઇન યુઝર્સ આલ્ફાબેટ અને નંબરના કોમ્બિનેશનવાળા સરળ પાસવર્ડને જ પોતાના પાસવર્ડ તરીકે રાખે છે.

NordPassના એક નવા રિપોર્ટ મુજબ ભારતમાં 200થી વધુ ઉપયોગમાં લેવાતા પાસવર્ડનો ખુલાસો થયો છે. આ સાથે જ આ પાસવર્ડને ક્રેક કરવામાં લાગતા સમયની પણ જાણકારી આપવામાં આવી છે. તેમાં ‘googledummy’ જેવો પાસવર્ડ પણ છે, જે નંબર 10 પર છે. તેને ક્રેક કરવામાં 23 મિનિટ લાગે છે. પાસવર્ડ 123456 નંબર બે પર છે. તેને ક્રેક કરવામાં માત્ર એક સેકન્ડનો સમય લાગે છે.

રિપોર્ટમાં જણાવાયુ છે કે 2021મા આંકડાઓ સાથે તુલના કરીએ તો 2022ના 200થી વધુ ઉપયોગમાં લેવાતા પાસવર્ડમાં 73 ટકા ગયા વર્ષ વાળા જ છે. આ ઉપરાંત આ વર્ષના લિસ્ટમાં સામેલ 83 ટકા પાસવર્ડને એક સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં ક્રેક કરી શકાય છે.

2022ના દસ કૉમન પાસવર્ડ

આ વર્ષે ટૉપ-10 કોમન પાસવર્ડમાં 123456, bigbasket, password, 12345678, 123456789, pass@123, 1234567890, abcd1234 અને googledummy સામેલ છે. આ પાસવર્ડનો હજારો લોકો ઉપયોગ કરે છે. આ રિસર્ચ ભારત સિવાય 30 અન્ય દેશોમાં પણ કરવામાં આવ્યુ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે guest, vip, 123456 જેવા પાસવર્ડનો ઉપયોગ ઘણા લોકો કરે છે. દર વર્ષે સંશોધકો આ પેટર્નને નોટીસ કરે છે કે સ્પોર્ટ્સ ટીમ, મૂવી કેરેક્ટર અને ફૂડ આઈટમ પાસવર્ડ લિસ્ટમાં ટોપ પર હોય છે.

આ પણ વાંચો : પંજાબી અભિનેત્રી દલજીત કૌરનું નિધન, 3 વર્ષ બ્રેઈન ટ્યુમર સામે લડી લડાઈ

ક્યાંક તમે પણ નથી વાપરતા ને આ પાસવર્ડ?

લોકો સામાન્ય રીતે પાસવર્ડ તરીકે જાણીતા નામનો ઉપયોગ કરે છે. આ ખૂબ જ વીક પાસવર્ડ હોય છે અને હેકર્સનુ કામ સરળ થાય છે. જો તમે પણ આવા વીક પાસવર્ડનો ઉપયોગ કરો છો તો તેને તાત્કાલિક બદલો. યુઝર્સને વધુ કોમ્બિનેશનવાળા પાસવર્ડનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. તેમાં આલ્ફાબેટ, નંબર અને એક સ્પેશિયલ કેરેક્ટરનો ઉપયોગ અચુકપણે થયેલો હોવો જોઇએ.

Back to top button