ટ્રેન્ડિંગયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

WhatsApp બતાવશે તમારો Credit Score, જાણો-આ પ્રોસેસ !

Text To Speech

હવે તમે પોતાનો ક્રેડિટ સ્કોર બિલ્કુલ મફતમાં WhatsApp પર જોઇ શકો છો. જેના માટે કોઈ સિબિલ સ્કોર કંપનીની વેબસાઈટ અથવા બીજે ક્યાંય જવાની જરૂર નથી. બેંકમાંથી લોન જોઈએ અથવા ક્રેડિટ કાર્ડ લેવુ છે, ત્યારે બેંક સૌથી પહેલા તમારો ક્રેડિટ અથવા સિબિલ સ્કોર માંગે છે. જો સ્કોર સારો છે તો બેંક તમને સરળતાથી લોન અથવા ક્રેડિટ કાર્ડ આપી દે છે. તો સારો ક્રેડિટ સ્કોર હોવાથી બેંકમાંથી વ્યાજ અને બીજા ચાર્જને લઇને તોલમોલ પણ કરી લે છે.

આ રીતે ચેક કરો WhatsApp પર ક્રેડિટ સ્કોર

  • સૌથી પહેલા એક્સપેરિયન ઈન્ડિયાના વોટ્સએપ નંબર +91-9920035444 પર Hey લખી મોકલો અથવા બારકોડ સ્કેન કરો.
  • ત્યારબાદ પોતાની બેસિક માહિતી જેમકે તમારું નામ, ઈ-મેલ આઈડી અને ફોન નંબર શેર કરો.
  • ત્યારબાદ તમને WhatsApp દ્વારા તાત્કાલિક પોતાનો એક્સપીરિયન ક્રેડિટ સ્કોર મળી જશે.
  • એક્સપીરિયન ક્રેડિટ રિપોર્ટના પાસવર્ડથી સુરક્ષિત કૉપી માટે રિકવેસ્ટ કરી શકો છો, જે તમારા રજીસ્ટર્ડ ઈ-મેલ આઈડી પર મોકલવામાં આવશે.
  • વધુ જાણકારી માટે તમે આ લિન્ક પરથી લઇ શકો છો: https://api.whatsapp.com/message/LBKHANJQNOUKF1?autoload=1&app_absent=0

કંપનીએ કહ્યું કે આ સેવા ત્વરિત, સુરક્ષિત અને સુવિધાજનક છે. જેનાથી ફાયદો આ થશે કે ગ્રાહક પોતાના એક્સપેરિયન ક્રેડિટ રિપોર્ટની તપાસ કરી શકે છે, કોઈ પણ અનિયમિતતાને ટ્રેક કરી શકો છો, છેતરપિંડીની તરત જાણકારી મેળવી શકો છો અને તમારા ક્રેડિટ સ્કોરને સારો બનાવી શકો છો. દેશમાં દુનિયામાં વોટ્સએપનો ઉપયોગ કરનારા લોકોની સૌથી મોટી સંખ્યા 48.75 કરોડ છે.

Back to top button