ગુજરાતના આ 4 વિદ્યાર્થીઓ JEE મેઈનમાં ભારતના ટોપ-50મા આવ્યા
- પરીક્ષા તા.6થી 15 એપ્રિલ દરમિયાન દેશના 325 શહેરોમાં લેવામાં આવી
- અમદાવાદના 2 અને સુરતના 1 વિદ્યાર્થીએ 100નો સ્કોર પ્રાપ્ત કર્યો
- ગુજરાતના 50થી 60 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવાનો અંદાજ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા દેશની નામાંકિત ઈજનેરી કોલેજમાં પ્રવેશ માટેની JEE મેઈનનું શનિવારના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ. NTA દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામ મુજબ ગુજરાતના 4 વિદ્યાર્થી દેશના ટોપ-50 વિદ્યાર્થીઓમા ઝળક્યાં છે. જેમાં અમદાવાદના 2 અને સુરતના 1 વિદ્યાર્થીએ 100નો સ્કોર પ્રાપ્ત કર્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ: AMCના આ નિર્ણયથી 1 લાખ જેટલા નાગરિકોને લાભ થશે
પરીક્ષા તા.6થી 15 એપ્રિલ દરમિયાન દેશના 325 શહેરોમાં લેવામાં આવી
NTA દ્વારા દેશની પ્રતિષ્ઠીત ઈજનેરી સંસ્થાઓમાં પ્રવેશ માટે બીજા તબક્કાની JEE મેઈન ગત તા.6થી 15 એપ્રિલ દરમિયાન દેશના 325 શહેરોમાં લેવામાં આવી હતી. 13 ભાષામાં લેવામાં આવેલી આ પરીક્ષામાં આખા દેશમાથી 9,31,334 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાથી 8,83,367 વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યાં હતા. જ્યારે પ્રથમ તબક્કાની જાન્યુઆરી-2022માં લેવાયેલી પરીક્ષામાં 6,29,000 વિદ્યાર્થી નોંધાયા હતા જેમાથી 5,94,013 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. આમ બંન્ને તબક્કાના મળીને કુલ 11,62,398 વિદ્યાર્થી નોંધાયા જેમાથી 11,13,325 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
આ પણ વાંચો: અમદાવાદ: એક જ દિવસમાં 3 લોકો સાથે રૂ.7 કરોડથી વધુની છેતરપિંડી
ગુજરાતના 50થી 60 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવાનો અંદાજ
ગુજરાતના 50થી 60 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવાનો અંદાજ છે. સમગ્ર દેશના 43 વિદ્યાર્થીઓએ જેઈઈ મેઈન્સન્માં 100 સ્કોર મેળવ્યો હતો. જેમાં સુથાર હર્ષુલ સંજયભાઈ, નિશ્ચય અગ્રવાલ અને કૌશલ વિજયવર્ગીયનો સમાવેશ થાય છે. આમ, રાજ્યના ત્રણ વિદ્યાર્થીઓ 100 સ્કોર સાથે ટોપર્સ બન્યા છે. JEE મેઈન્સનું પરિણામ શનિવારે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના વિદ્યાર્થી કૌશલ વિજયવર્ગીયએ ઓલ ઈન્ડિયામાં પાંચમો રેન્ક મેળવ્યો છે. જ્યારે અમદાવાદના બીજા વિદ્યાર્થી હર્ષિલ સુથારે ઓલઈન્ડિયામાં 17મો રેન્ક મેળવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઈન સ્ટ્રોક આવ્યો
સુરતના વિદ્યાર્થી નિશ્ચય અગ્રવાલ પણ 100 સ્કોર
આ સાથે સુરતના વિદ્યાર્થી નિશ્ચય અગ્રવાલ પણ 100 સ્કોર સાથે અમદાવાદના બે વિદ્યાર્થી સાથે રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે આવ્યો છે. જ્યારે સુરતના વિદ્યાર્થી ધ્રુવ પાનસુરીયાએ પણ 99 સ્કોર મેળવી ઓલ ઈન્ડિયામાં 50મો રેન્ક મેળવ્યો છે. હવે 4 જૂનના રોજ JEE એડવાન્સની પરીક્ષા લેવામાં આવશે. જેથી આ વિદ્યાર્થીઓએ એડવાન્સની તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.