સરકારે આજે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ વિવિધ કેન્દ્રીય અને રાજ્ય દળોના 954 પોલીસ કર્મચારીઓને સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ મુજબ, 230 જવાનોને શૌર્ય માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી (PPMG)થી નવાજવામાં આવશે. 1 CRPF જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (PPMG) એનાયત કરવામાં આવ્યા છે,આ મેડલ્સમાં વિશિષ્ટ સેવા માટે 82 રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને વિશિષ્ટ સેવા માટે 642 પોલીસ મેડલનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાતના 20 પોલીસ અધિકારીઓને મેડલથી સન્માનિત કરવામાં આવ્યાં છે જેમાંથી 18 પોલીસ કર્મીઓને મેરીટોરીયસ સર્વિસ માટે મેડલ એનાયત કરવામાં આવ્યાં છે. જ્યારે બે પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવ્યાં છે.
આ અધિકારીઓને વિશિષ્ટ સેવા બદલ સન્માન કરાશે
ADGP ગાંધીનગર ખુર્શિદ મંઝર અલી અહેમદ તથા IB ઓફિસર વિશાલ ચૌહાણને વિશિષ્ટ સેવા બદલ સન્માન કરાશે.
આ પણ વાંચો : પાલનપુર-અંબાજી હાઇવે પર ગંભીર અકસ્માત : 2 બાઈક સામસામે અથડાતા બેના મોત
ગુજરાતના 20 પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ પોલીસ મેડલ મળશે જૂઓ લીસ્ટ
વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ
1. ખુર્શીદ મંઝર અલી અહેમદ, અધિક પોલીસ મહાનિર્દેશક (આયોજન અને આધુનિકીકરણ), (ગાંધીનગર)
2. વિશાલભાઈ દેવશીભાઈ ચૌહાણ, ઇન્ટેલિજન્સ ઓફિસર,(ગાંધીનગર)
ગુજરાતમાં મેરીટોરીયસ સર્વિસ માટે સન્માનિત પોલીસ અધિકારીઓ
1. ડૉ. રાજકુમાર પંડિયા સંગૈયા, અધિક મહાનિર્દેશક, પોલીસ (રેલવે), (અમદાવાદ)
2 સંદીપ સિંહ, પોલીસ મહાનિરીક્ષક, રાવપુરા, (વડોદરા)
3. ગીરરાજસિંહ અનોપસિંહ જાડેજા, સશસ્ત્ર નાયબ પોલીસ અધિક્ષક, મુખ્યમંત્રી સુરક્ષા, (ગાંધીનગર)
4. ફિરોઝ અબ્દુલભાઈ શેખ, મદદનીશ પોલીસ કમિશનર (સશસ્ત્ર), (અમદાવાદ શહેર)
5. જોબદાસ સૂર્યનારાયણ પ્રસાદ ગેડમ, મદદનીશ પોલીસ કમિશનર, (અમદાવાદ શહેર)
6. સુરેન્દ્રસિંહ બલવંતસિંહ કુંપાવત, નાયબ પોલીસ અધિક્ષક, (પંચમહાલ ગોધરા)
7. મનોજકુમાર ગુલાબરાવ પાટીલ, P.S.I, (સુરત રેન્જ)
8. પ્રવિણકુમાર જસમતભાઈ દેત્રોજા, P.S.I, વાયરલેસ, (વડોદરા)
9. ખીમજી રણમલભાઈ ફફલ, આર્મ્ડ પોલીસ હેડ કોન્સ્ટેબલ,(પૂર્વ)
10. દિલીપસિંહ વિજયસિંહ સોલંકી, બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ,(અમદાવાદ શહેર)
11. ભાર્ગવ કુમાર મનસુખલાલ દેવમુરારી, P.S.I, (દેવભૂમિ દ્વારકા)
12. રેખાબેન જયરામભાઈ કેલાટકર, ઈન્ટેલિજન્સ ઓફિસર, (અઠવાલાઈન્સ, સુરત)
13. ભરતસિંહ જોરૂભાઈ ગોહિલ, P.S.I, (સુરત શહેર)
14. રાજેન્દ્રસિંહ ભવસંગભાઈ મસાણી, આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્સ ઓફિસર, (ગાંધીનગર)
15.કીર્તિપાલસિંહ હરીશચંદ્રસિંહ પુનવર, નિઃશસ્ત્ર P.S.I., (સુરત શહેર)
16. રવિન્દ્ર શિવરામ માલપુરે, A.S.I., (વડોદરા રેન્જ)
17.અશોક અરજણભાઈ મિયાત્રા, આસીસ્ટન્ટ ઈન્ટેલિજન્સ ઓફિસર, (સુરત)
18.નીતા જીતેન્દ્ર જંગલ, પોલીસ સબ ઈન્સ્પેક્ટર, (ગાંધીનગર)
આ પણ વાંચો : નેફ્રોલોજિસ્ટોની હડતાળ વચ્ચે દર્દીઓને નહીં પડે હાલાકી, રાજ્ય સરકારે લીધો આ મોટો નિર્ણય