સુરતમાં ધારાસભ્યની ગ્રાન્ટના બાકડા ધાબા પર ગોઠવાતા ભારે હોબાળો થયો
- ધારાસભ્યને ફાળવેલી ગ્રાન્ટના બાકડા ગોપીપુરા વિસ્તારના એપાર્ટમેન્ટના ટેરેસ ઉપર મુકાયા
- અગાઉ કોર્પોરેટરના સગાના ઘરે ટેરેસ પર બાંકડા મુક્યા હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો
- બાકડા જમીન પર મુકવાની જગ્યાએ ધાબા પર મુકવામાં આવતા ચર્ચાનો વિષય બન્યા
સુરતમાં ધારાસભ્યની ગ્રાન્ટના બાકડા ધાબા પર ગોઠવાતા ભારે હોબાળો થયો છે. જેમાં ગોપીપુરામાં એપાર્ટમેન્ટના ટેરેસ પર બાકડા મુકાયા છે. તેમાં બાકડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. તેમાં ધારાસભ્ય અરવિંદ રાણાની ગ્રાન્ટમાંથી બાકડા ફાળવાયા હતા. જેમાં તેને જમીન પર મુકવાની જગ્યાએ ધાબા પર મુકવામાં આવતા ચર્ચાનો વિષય બન્યા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં હવામાન વિભાગે કરી આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ધારાસભ્યને ફાળવેલી ગ્રાન્ટના બાકડા ગોપીપુરા વિસ્તારના એપાર્ટમેન્ટના ટેરેસ ઉપર મુકાયા
શહેરમાં ધારાસભ્યને ફાળવેલી ગ્રાન્ટના બાકડા ગોપીપુરા વિસ્તારના એપાર્ટમેન્ટના ટેરેસ ઉપર મુકાયા છે. ટેરેસ પર મુકાયેલા બાકડાના વીડીયો સોશિયલ મીડિયામાં ફરતા થયા છે. તેમાં ગ્રાન્ટના પૈસાથી મુકાયેલા બાકડા ટેરેસ પર ગોઠવાયા છે. સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલા રાજ એપાર્ટમેન્ટના ટેરેસ ઉપર ધારાસભ્ય અરવિંદ રાણાના ગ્રાન્ટમાંથી ફાળવાયેલા બાંકડા જોવા મળ્યા છે. લોકોના વેરાના પૈસાનો સૌથી વધુ દુરુપયોગ બાકડાની ગ્રાન્ટનો થાય છે તેનો વધુ એક કિસ્સો અગાઉ રાંદેર ઝોનમાં રામનગર વિસ્તારમાં બહાર આવ્યો હતો.
કોર્પોરેટરના સગાના ઘરે ટેરેસ પર બાંકડા મુક્યા હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો
પાલિકાના એ.કે.રોડ ડિંડોલી અને જહાંગીરપુરા બાદ રામનગરની સોસાયટીમાં ઘરના ટેરેસ પર બાકડા મૂકી દેવાનો વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયો હતો. આ અંગેની જાણ થતાં કોર્પોરેટર કૃણાલ સેલરે બાકડા ઉતારી જાહેર જગ્યાએ મુકવા સુચના આપી છે. જોકે, જે રીતે બે બાંકડા વચ્ચે ટેબલ મુકાયા છે તે જોતાં પાર્ટી માટે ઉપયોગ થયો હોવાની ચર્ચા જોરશોરમાં થઈ રહી હતી. સુરત પાલિકા વિસ્તારમાં પાલિકાના બાંકડા જે રીતે કોર્પોરેટર અને કોર્પોરેટરના સગા તથા ખાનગી દુકાનોમાં જોવા મળી રહ્યાં છે તેના કારણે લોકોના વેરાના પૈસાનો સૌથી વધુ દુરુપયોગ બાંકડાની ગ્રાન્ટનો થાય છે બહાર આવી રહ્યું છે. પાલિકા દ્વારા જે બાંકડા મુકવામા આવે છે તેના સ્થળની તપાસ કરાવવામા આવે તો બાંકડા ફાળવણીમાં કૌભાંડ થયું હોવાની ચાડી ખાઈ રહી છે. આ પહેલાં સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચારના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ પાલિકાની ગ્રાન્ટના બાંકડા ટેરેસ પર ચડાવી દીધા હતા. ત્યાર બાદ ડિંડોલી વિસ્તારમાં આવેલી શ્રધ્ધા સોસાયટીમાં કોર્પોરેટરના સગાના ઘરે ટેરેસ પર બાંકડા મુક્યા હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ ઘટના બાદ પણ પાલિકાની નબળી કામગીરીના કારણે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં બોક્સ ક્રિકેટ અને રેસ્ટેરન્ટના વેઈટીંગ એરિયામાં પાલિકાના બાંકડા મુકી દેવાયા હતા.