ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા

  • ખેડૂતોને સર્વોત્તમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રીએ ભલામણ કરી
  • ખાંડની લઘુતમ કિંમત પ્રતિકિલો 31 થી વધારી 45 રૂપિયા કરવા ખેડૂતોની માગ
  • આગામી સિઝન માટે ખાંડની લઘુત્તમ વેચાણ કિંમત (MSP) વધારવા પર વિચાર

ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં ગુજરાત રાજ્ય કૃષિ ભાવ પંચના ખેડૂતોને સર્વોત્તમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રીએ ભલામણ કરી છે. ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં ભલામણ કરવામાં આવી છે. શેરડીના ટેકાના ભાવ હાલ 3400 રૂપિયા છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં પાંચ લાખ ખેડૂતો છે. તેમજ 4 લાખ એકરમાં શેરડીની ખેતી કરે છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરના 974 લોકો અલગ-અલગ સાઈબર ક્રાઇમનો ભોગ બનતા રૂ.3.73 કરોડ ગુમાવ્યા

ખાંડની લઘુતમ કિંમત પ્રતિકિલો 31 થી વધારી 45 રૂપિયા કરવા ખેડૂતોની માગ

ભારત સરકારે ખાંડની લઘુતમ કિંમત પ્રતિકિલો 31 થી વધારી 45 રૂપિયા કરવા ખેડૂતોની માગ છે. ખાંડની કિંમત વધે તો જ 6000 રૂપિયા પોષણક્ષમ ભાવ આપી શકાય તેમ છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં શેરડી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. શેરડીના ટેકાના ભાવ નક્કી કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તેમાં ટન દીઠ 6000 ભાવ કરવા ભારત સરકારને ભલામણ છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભલામણ કરી છે. શેરડીના ટેકાના ભાવ હાલ 3400 રૂપિયા છે.

આગામી સિઝન માટે ખાંડની લઘુત્તમ વેચાણ કિંમત (MSP) વધારવા પર વિચાર

મોંઘવારીના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે લોકો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. આવનારા સમયમાં ખાંડની મીઠાશ મેળવવા માટે વધુ પૈસા ખર્ચવા પડી શકે છે. નેશનલ કોઓપરેટિવ સુગર ફેક્ટરી ફેડરેશન (NFCSF) એ સરકારને વિનંતી કરી હતી કે તેઓ વધતા ઉત્પાદન ખર્ચ વચ્ચે મિલોને કામકાજ ચાલુ રાખવામાં મદદ કરવા માટે ખાંડના લઘુત્તમ વેચાણ ભાવમાં ઓછામાં ઓછા રૂ.42 પ્રતિ કિલો કરે.અહેવાલોમાં જાણવા મળ્યું છે કે સરકાર 1 ઓક્ટોબરથી શરૂ થતી 2024-25ની આગામી સિઝન માટે ખાંડની લઘુત્તમ વેચાણ કિંમત (MSP) વધારવા પર વિચાર કરી રહી છે.

ખાંડના ભાવમાં પ્રતિ કિલો 3 થી 4 રૂપિયાનો વધારો થઈ શકે છે

જો સરકાર NFCSFની માંગને ધ્યાનમાં લઈને ખાંડની MSP વધારશે તો તેની અસર રિટેલ માર્કેટમાં જોવા મળશે. ખાંડની પ્રતિ કિલો કિંમત વધી શકે છે. એટલે કે તમારે ખાંડ ખરીદવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. નિષ્ણાતોનું કહેવું છે કે ખાંડના ભાવમાં પ્રતિ કિલો 3 થી 4 રૂપિયાનો વધારો થઈ શકે છે.

Back to top button