ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતના આ શહેરના 974 લોકો અલગ-અલગ સાઈબર ક્રાઇમનો ભોગ બનતા રૂ.3.73 કરોડ ગુમાવ્યા

  • સાયબર ક્રાઇમનો ભોગ બને તુરંત જ 1930 નંબરમાં જાણ કરવા અપીલ
  • સાયબર ક્રાઇમથી જાગૃત થવા માટે 115 વિવિધ જગ્યાએ કાર્યક્રમ કરાયા
  • ઓનલાઇન પેમેન્ટ અને અનેક લોભામણી જાહેરાતોમાં આવી છેતરપિંડી થઇ

ગુજરાતના સુરેન્દ્રનગર શહેરના 974 લોકો અલગ-અલગ સાઈબર ક્રાઇમનો ભોગ બનતા રૂ.3.73 કરોડ ગુમાવ્યા છે. જેમાં સુરેન્દ્રનગર પોલીસે રૂપિયા 57.70 લાખનો ફ્રોડ કરનારના ખાતામાં ફ્રિઝ કર્યા છે. વિવિધ સાઈબર ક્રાઇમથી બચવા જિલ્લા પોલીસનું જાગૃતિ અભિયાન શરૂ થયુ છે. તેમાં જિલ્લાના 974 લોકો અલગ-અલગ રીતે સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે.

આ પણ વાંચો: ગુજરાત: નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપમાં 5,097 વિદ્યાર્થીનો સમાવેશ, આ શહેરના વિદ્યાર્થીઓ મોખરે રહ્યા 

સાયબર ક્રાઇમનો ભોગ બને તુરંત જ 1930 નંબરમાં જાણ કરવા અપીલ

ઝાલાવાડમાં છેલ્લા પાંચ જ માસમાં 974 લોકો અલગ અલગ રીતે ઓનલાઇન સાયબર ક્રાઇમનો ભોગ બનતા 3.73 કરોડ રૂપિયા ગુમાવ્યા છે ત્યારે સાયબર હેલ્પ લાઇનમાં જાણ કરેલ લોકોની અરજીના આધારે કાર્યવાહી કરી સુરેન્દ્રનગર પોલીસે 57.70 લાખ ફ્રોડ કરનારના ખાતા ફ્રિઝ કર્યા છે ત્યારે તાત્કાલીક આરોપીનું ખાતુ ફ્રિઝ કરી શકાય એ માટે લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને તુરંત જ 1930 નંબરમાં જાણ કરવા એસ.પી.એ લોકોને અપીલ કરી છે. વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર હાલ લોકો ઓનલાઇન પેમેન્ટ અને અનેક લોભામણી જાહેરાતોમાં આવી છેતરપિંડી થતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.

સાયબર ક્રાઇમથી જાગૃત થવા માટે 115 વિવિધ જગ્યાએ કાર્યક્રમ કરાયા

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની જ વાત કરીએ તો જાન્યુઆરી 2024થી પાંચ જ માસમાં જિલ્લાના 974 લોકો અલગ-અલગ રીતે સાયબર ક્રાઇમનો ભોગ બનતા લોકોએ 3.73 કરોડ રૂપીયા ગુમાવ્યાનું સામે આવ્યુ છે.આ ગંભીર બાબતે સુરેન્દ્રનગર પોલીસે એસ.પી.ગીરીશ પંડયાના માર્ગદર્શન હેઠળ લોકોને સાયબર ક્રાઇમથી જાગૃત થવા માટે 115 વિવિધ જગ્યાએ કાર્યક્રમ કરાયા હતા.એવામાં હાલ એસ.પી.ગીરીશ પંડયાએ જણાવેલ કે કોઇ પણ લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને તુરંત જ પોલીસને 1930 નંબરની હેલ્પલાઇન ઉપર જાણ કરે તો ફ્રોડ કરનારનું ખાતુ ફ્રિઝ કરી શકાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોએ ગુમાવેલા રૂપિયામાંથી 57.70 લાખ રૂપીયા ફ્રોડ કરનારના ખાતા ફ્રિઝ કરી દેવાયા છે જે પરત લાવવા માટે અરજીઓ લઇ કાર્યવાહી કરી પરત મળે એવી કામગીરી પણ પોલીસ કરી રહી છે. જેથી કોઇ પણ રીતે સાયબર ક્રાઇમનો ભોગ બને તો તાત્કાલીક હેલ્પલાઇન ઉપર જાણ કરવા પોલીસે અપીલ કરી છે.

Back to top button