સ્માર્ટફોનના વળગણનો ગજ્જબ જુગાડ! મહિલાનો વીડિયો થયો વાયરલ

- મહિલાએ કામ કરતાં કરતાં ફોન ઓપરેટ કરવા માટે કર્યો ગજબનો જુગાડ
- સોશિયલ મીડિયા પર X વિડીયો થઈ રહ્યો છે વાયરલ
- યુઝર્સ કરી રહ્યા છે અલગ અલગ કોમેન્ટ્સ
નવી દિલ્હી, 20 મે: અત્યાર સુધી તમે લોકોને રીલ બનાવવા માટે અજીબોગરીબ કામ કરતા જોયા હશે. પરંતુ હવે તમે જોશો કે લોકો કામ કરતી વખતે તેમના ફોનનો ઉપયોગ કરવા માટે કેવી કેવી યુક્તિઓ અપનાવે છે. ત્યારે આ વીડિયોમાં મહિલા અનોખી રીતે ફોન ઓપરેટ કરતી જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયા પર દરરોજ 2-3 આવા વીડિયો તો જોવા મળે જ છે જે લોકોને આશ્ચર્યચકિત કરે છે. વીડિયોમાં હાજર લોકો કેટલાક એવા કામ કરતા જોવા મળશે જે તમે સામાન્ય રીતે ક્યારેય નહીં જોયા હોય. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આવા બધાં વીડિયોથી ભરેલું છે. તમે પણ આવા વીડિયો તો જોયા જ હશે. પરંતુ જો તમે હજુ સુધી આવા વિડીયો નથી જોયા તો આજે આ વાયરલ થઇ રહેલો વિડીયો અવશ્ય જોવો. આ વીડિયોમાં એક મહિલા પોતાનું કામ કરી રહી છે. એ કામની સાથે એને ફોન પણ જોવાની ઈચ્છા થઈ એટલે એણે સુંદર ગોઠવણી કરી. આ મહિલાનો જુગાડ જોઈને તમે પણ ચોંકી જશો.
અહી જુઓ વીડિયો:
View this post on Instagram
મહિલાએ ફોન ઓપરેટ કરવા માટે ગજબનો જુગાડ કર્યો
માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X (અગાઉના ટ્વિટર) પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે એક મહિલા નાના સ્ટૂલ પર બેઠી છે. તેની સામે એક ટબ છે જેમાં કેટલાક કપડાં પણ છે. મહિલા પોતાના હાથથી તે કપડા ધોઈ રહી છે. પરંતુ તે જ સમયે તે ફોનનો પણ ઉપયોગ કરવા માંગતી હતી, તેથી તેણીએ એક અદ્ભુત ઉપાય શોધી કાઢ્યો. મહિલાએ તેના માથા પર લાકડી બાંધી દીધી. તે જ લાકડી પર યોગ્ય અંતરે એક પોલીથીન બાંધી અને તેમાં પોતાનો ફોન મૂકી દીધો. આ પછી તે પોતાના કામની સાથે સાથે ફોનનો પણ ઉપયોગ કરી રહી છે.
આ વીડિયો X પ્લેટફોર્મ પર @Kiran_Saran77 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, ‘રીલના ચક્કર માં શું શું કરવું પડે છે.’ સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 16 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- નવા નવા નમૂના સામે આવી રહ્યા છે. બીજા યુઝરે લખ્યું- આ શું થયું? ત્રીજા યુઝરે લખ્યું – રજાઓમાં બસ આ જ એકમાત્ર કામ છે. ત્યાં જ ઘણા યુઝર્સે હસતા ઈમોજીસ પણ શેર કર્યા છે.