ટ્રેન્ડિંગનેશનલ

ફ્લેટમાંથી અજીબ દુર્ગંધ આવતા પાડોશીઓએ પોલીસને બોલાવી: દરવાજો તોડી ઘરમાં પ્રવેશી જે જોયું તે….

  • એક ઘરમાંથી બે મૃતદેહ મળી આવતાં મચી સનસનાટી

મુંબઈ, 20 મે 2024, મુંબઇમાં એક ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે દરવાજો ખોલ્યો તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. રૂમમાં એક 61 વર્ષીય વ્યક્તિ લટકી ગયો હતો, જ્યારે તેની 57 વર્ષીય પત્ની તેની બાજુમાં મૃત હાલતમાં પડી હતી.

મુંબઈમાં એક સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંબઈમાં એક ઘરમાંથી બે મૃતદેહ મળી આવતાં સનસનાટી મચી ગઈ હતી. એક 61 વર્ષીય વ્યક્તિ રૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો, જ્યારે તેની 57 વર્ષીય પત્ની તેની બાજુમાં મૃત હાલતમાં પડી હતી. ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે દરવાજો ખોલતાં જ ઘટના પ્રકાશમાં આવી હતી.

હત્યા છે કે આત્મહત્યા તેની તપાસ ચાલુ
આખો મામલો કાંદિવલીના આર્ય ચાણક્યનગર સ્થિત અનુભૂતિ સોસાયટીનો છે. રવિવારે અહીંના એક ફ્લેટમાંથી દુર્ગંધ આવતી હોવાની પડોશીઓએ પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસને આ માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હતો. ઘણા પ્રયત્નો પછી પણ દરવાજો ન ખૂલતાં પોલીસે દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અંદર પ્રવેશ કરતાં જ પોલીસ ચોંકી ગઈ હતી. પોલીસે એક રૂમ ખોલ્યો તો તેમાં દંપતીના મૃતદેહ મળી આવ્યા હતા. સમતા નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે તેઓએ પ્રમોદ વાસુદેવ ચોંકરને નાયલોનની દોરડા વડે સીલિંગ પંખા સાથે લટકેલા જોયા હતા અને તેની બાજુમાં તેની પત્ની અર્પિતા પ્રમોદ ચોંકર મૃત હાલતમાં પડેલા જોયા હતા. મૃતદેહો સડી ગયા હતા. દંપતીને કોઈ સંતાન ન હતું. હાલ આ હત્યા છે કે આત્મહત્યા તેની તપાસ ચાલી રહી છે. મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

સુસાઇડ નોટમાં શું લખ્યું હતું ?
પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે સ્થળ પરથી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં મૃત વ્યક્તિએ ઉલ્લેખ કર્યો હતો કે તે માનસિક રીતે હતાશ હતો અને તે પોતાની મરજીથી આ પગલું ભરી રહ્યો હતો તેના માટે કોઈને જવાબદાર ઠેરવવામાં ન આવે. હાલ આ મામલે પ્રાથમિક માહિતીના આધારે પોલીસે અકસ્માતે મોતનો અહેવાલ નોંધ્યો છે અને તપાસ ચાલુ છે. બંનેએ 13 મેના રોજ આ ઘટનાને અંજામ આપ્યો હતો, કારણ કે 16 મેના રોજ પડોશીઓની સૂચના પર પોલીસને તેની જાણ થઈ ત્યાં સુધીમાં મૃતદેહો સડી ચૂક્યા હતા.

આ પણ વાંચો..અવિશ્વસનીય! કબરમાંથી ચીસો સાંભળતા પોલીસ ખોદી કબર, જે જોયું એ…

Back to top button