ટ્રેન્ડિંગવિશેષ

મહિલા IASના છોકરાએ ઓફિસમાં મચાવી ધમાલ વીડિયો થયો વાયરલ

  •  મહિલા IASએ વીડિયો શેર કરીને આપી સલાહ
  • છોકરો ઓફિસમાં સુપરમેન બનીને મચાવે છે ધમાલ
  • વાયરલ વીડિયોને કુલ 4 લાખ સુધીના વ્યુઝ મળ્યા

HDNEWS, 14 એપ્રિલ: ‘IAS’ શબ્દ સાંભળતા જ લોકોને લાલ લાઈટવાળીગાડી, બંગલો, પાવર, અઢળક ફેસિટીના વિચારો મનમાં આવતા હોય છે. પણ વાસ્તવિકતા કલ્પના કરતા કાંઈક અલગ જ હોય છે.તેમાં પણ મહિલા ઓફિસરો જ્યારે આ પ્રકારના ઉચ્ચ પદો સંભાળે ત્યારે મુશ્કેલીઓ વધી જતી હોય છે.કારણે કે તેઓેને ઓફિસની સાથે ઘરની પણ જવાબદારીઓ હોય છે.હાલમાં વાયરલ થયેલા એક વીડિયોમાં એક મહિલા આઈએએસનો છોકરો ધમાલ કરતો જોવા મળી રહ્યો છે. જેના પરથી કહી શકાય કે વર્કીગ વુમનનું ડબલ ડ્યુટીના લીધે શેડ્યુલ કેટલ વ્યસ્ત હોય છે.

દુનિયાની સૌથી ટફ પરિક્ષાઓમાં ગણાતી યુપીએસસી પાસ કરવા માટે એસ્પિરન્ટો દિવસ-રાત મહેનત કરતા હોય છે. આ પરિક્ષા પાસ કર્યો પછી તેમના જીવનમાં રોજે-રોજ નવી ચેલેન્જો સામે આવતી હોય છે.ભારતમાં આઈએએસ,આઈપીએસ આઈઆરએસ ઓફિસરોને વર્ક-લાઈફ બેલેન્સ જેવું કાઁઈ હોતું નથી. જે આ વાયરલ થયેલા વીડિયાો પરથી સાબિત થાય છે.

 

વાયરલ થયેલા વીડીયોમાં એક મહિલા ઓફિસર પોતાની ઓફિસમાં દીકરા સાથે કામ કરતી જોવા મળે છે. અને વીડિયોના માધ્યમથી તે વર્ક-લાઈફ બેલેન્સ વિશે સલાહ આપી રહી છે. વિડીયોમાં એન્જિનીયરથી IAS બનેલા પામેલા સતપથી પોતાના દીકરાનું ઉનાળું વેકેશન પડતા તેને વ્યસ્ત રાખવા માટે પોતાની સાથે ઓફિસમાં લઈ જાય છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે વર્ષમાં જે સમયની રાહ જોવાય છે, તે જ વધારે મુશ્કેલ થઈ ગયો છે. ઉનાળું વેકેશન….સુપરમેનના ડ્રેસમાં બાળક પોતાની મમ્મીની ઓફિસમાંના ડેસ્ક પર મસ્તી કરતો જોવા મળી રહ્યો છે

ઓફિસરે કરી ટિફિન સાથે તુલના

પામેલા સતપથિએ વર્ક-લાઈફ બેલેન્સ વિશે ટ્વિટ કરીને લખ્યુ છે કે વર્કીંગ વુમનો પાસેથી આશા રાખવામાં આવે છે કે તેઓ મગજને એરટાઈટ કમ્પાર્ટમેન્ટની જેમ અને હ્રદયને ટપરવેયર જેવું રાખવું જોઈએ. જેનાથી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ મિક્સિંગ થતા બચી શકાય છે. આગળ તે લખે છે કે, સોરી, પણ ના અમે ટિફિન સેન્ટર ટ્રે છીએ. અમારું ઇડલી અને સંભાર મિક્સ થઈ જાય છે, માટે ટેસ્ટી લાગે છે.

વીડિયોને મળી લાખો લાઈક્સ

આ વીડિયોને અત્યાર સુધી કુલ 4 લાખ લોકો જોઈ ચૂક્યા છે, 151 લોકોએ રિટ્વીટ કર્યું છે, જ્યારે 232 લોકોએ કોમેન્ટ અને 2 હજારથી વધારે લાઈક્સ મળી છે. ફેમસ આઈએસ સ્મિતા સભરવાલે આ વીડિયોને પોતાની પ્રોફાઇલમાં પણ શેર કરીને કેપ્શનમાં લખ્યું કે વર્કીંગ મમ્મીઓ ક્યારેય ઓફ ડ્યુટી નથી હોતી. આ ખુબ જ ક્યુટ વીડિયો છે જેને જોતા જ મારી કેટલીક હેપ્પી મોમેન્ટ્સ તાજી થઈ ગઈ.

આ પણ વાંચો: દારુ પીને શર્ટ ઉતાર્યો પછી કાર પર ચડીને કર્યો ડાન્સ, વીડિયો વાયરલ 

Back to top button