ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘વિશ્વકર્મા યોજના’ને મંજૂરી : 30 લાખ જેટલા કારીગર પરિવારોને થશે લાભ

  • કેન્દ્રીય કેબિનેટે બુધવારે ‘પીએમ વિશ્વકર્મા યોજના’ને મંજૂરી આપી
  • પીએમ વિશ્વકર્મા યોજના માટે 13,000 કરોડ રૂપિયાને મંજૂરી આપી

કેન્દ્ર સરકાર દ્વારા પીએમ વિશ્વકર્મા યોજના માટે 13,000 કરોડ રૂપિયાને મંજૂરી આપી દીધી છે.જેનાથી પારંગત કારીગરોને લાભ મળશે. આ યોજનાનો અમલ 17મી સપ્ટેમ્બરના વિશ્વકર્મા પૂજા દિને અને પીએમ મોદીના જન્મદિને કરાશે. આ ઉપરાંત રેલવેના સાત મલ્ટિ ટ્રેંકિગ પ્રોજેક્ટ માટે 32500 કરોડને પણ મંજૂરી મળી ગઈ છે. આ પ્રોજેક્ટનો ગુજરાત સહિત નવ રાજ્યોને લાભ મળશે. સાથે જ રેલવેના નેટવર્કમાં 2337 કિમીનો પણ વધારો થશે. સરકારના દાવા મુજબ રેલવેના આ પ્રોજેક્ટથી સાત કરોડથી વધુ લોકોને રોજગારી મળશે. તેવી જ રીતે ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ માટે પણ 14903 કરોડ રૂપિયાને કેબિનેટ દ્વારા મંજૂરી અપાઈ છે. કુલ મળીને આશરે 90 હજાર કરોડથી વધુની વિવિધ યોજનાએ મંજૂરી અપાઈ છે.

PM MODI- HUM DEKHENEGE NEWS

બજેટ રજુ કરતી વખતે વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી
આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં નાણામંક્ષી નિર્મલા સિતારમણે બજેટ રજુ કરતી વખતે વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી હતી. જેનો અમલ હવે આગામી મહિને થવા જઈ રહ્યયો છે. કુશળ કારીગરોને ટ્રેનિંગ આપવા,આર્થિક મદદ કરા, મોર્ડન ટેક્નોલોજીની જાણકારી આપવા અને વૈશ્વિક માર્કેટ સાથે કેવી રીતે જોડાવું ઉપરાંત ડિજિટલ પેમેન્ટ્સ અને સામાજિક સુરક્ષાનો પણ સમાવેશ વિશ્વકર્મા યોજનામાં કરાયો છે. આ યોજનાનો લાભ અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ ઓબીસી, મહિલાઓ અને આર્થિક રીતે નબળા વર્ગને આપવામાં આવશે. ખાસ કરીને સોના ઘડામણ, મુર્તિકામ, લુહારીકામ, સુઘારીકામ વગેરે કારીગરી સાથે સંકળાયેલા ક્ષેત્રોના લોકોને વિશેષ લાભ આપવામાં આવશે.

pm modi- hum dekhnege news

રાજ્યમાં ચાર લાઈન ટ્રેક બનાવવાના પ્રોજેક્ટને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટ દ્વારા સાત જેટલા મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. રેલવેના કુલ સાત નવા પ્રોજેક્ટ માટે 32500 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેનો મુખ્ય હેતુ રેલવેનું નેટવર્ક વધારવાનો છે.ગુજરાતમાં સૌપ્રથમ વાર ચાર લાઈન ટ્રેક બનાવવામાં આવશે. કચ્છના સામખયાળીથી ગાંધીધામ સુધી રૂ. 1571 કરોડના ખર્ચે ચાર લાઈન ટ્રેક નાખવામાં આવશે. ચાર લાઇન ટ્રેક થવાથી ગુજરાતના બંદરોનો સર્વાંગી વિકાસ થશે અને ઝડપથી માલસામાન અને પેસેન્જરની સુવિધામાં વધારો થશે.અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર સુધીરકુમાર શર્માએ જણાવ્યું હતું કે, આજે કેન્દ્રીય કેબિનેટ દ્વારા રેલવેના મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. જેમાં અમદાવાદ ડિવિઝનમાં સામખયાળી-ગાંધીધામ રેલવે ટ્રેક હવે ચાર લાઈન ટ્રેક બનાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. રૂપિયા 1571 કરોડના ખર્ચે ચાર લાઈન ટ્રેક બનશે. સામખયાળી સુધી બે લાઈન આવે છે. જેમાં એક લાઈન અમદાવાદથી વિરમગામ થઈ અને કચ્છ તરફ અને બીજી લાઈન પાલનપુર તરફથી સામખયાળી સુધી આવે છે. જોકે સામખયાળીથી ભુજ-ગાંધીધામ તરફ હાલમાં ડબલ ટ્રેક છે.

આ પણ વાંચો : મોદી કેબિનેટનો મોટો નિર્ણય: PM ઈ-બસ સેવાને મંજૂરી; 10,000 ઈલેક્ટ્રિક બસ ચલાવવાની યોજના

 

Back to top button