હિન્દુ અને ખ્રિસ્તી મહિલાઓ પર અત્યાચારથી UN સખત નારાજ, કહ્યું-આ નહીં ચાલે
- છોકરીઓ સાથે આવું વર્તન સહન કરવામાં નહીં આવે: સંયુક્ત રાષ્ટ્ર
જિનીવા, 13 એપ્રિલ: સંયુક્ત રાષ્ટ્ર પાકિસ્તાનથી નારાજ થઈ ગયું છે. સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાનમાં હિન્દુ અને ખ્રિસ્તી મહિલાઓ પર થતા અત્યાચારને ગંભીરતાથી લીધો છે. પાકિસ્તાન અવારનવાર હિન્દુ અને ખ્રિસ્તી લઘુમતી મહિલાઓ સામે જોર-જબરદસ્તી, બળજબરીપૂર્વક લગ્ન, ધર્મ પરિવર્તન, ગર્ભપાત, દુર્વ્યવહાર, જાતીય હિંસા, અપહરણ અને બાળ લગ્ન જેવા ગુનાઓ આચરે છે. આશ્ચર્યની વાત એ છે કે, તે મહિલાઓની ફરિયાદો છતાં પાકિસ્તાન સરકાર મૌન રહીને આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરતી નથી. જેથી હવે યુનાઈટેડ નેશન્સે આવી ઘટનાઓ પર પાકિસ્તાનને રોક લગાવવા માટે કહ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોએ શું કહ્યું?
સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોએ હિન્દુ અને ખ્રિસ્તી મહિલાઓને પૂરતું રક્ષણ ન આપવા બદલ પાકિસ્તાનની ટીકા કરી છે. પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયો, ખાસ કરીને ખ્રિસ્તી અને હિન્દુ સમુદાયોની યુવતીઓ અને છોકરીઓ માટે સુરક્ષાના અભાવ અંગે નિરાશા વ્યક્ત કરતા નિષ્ણાતોએ કહ્યું છે કે, દેશે આ સંબંધિત આંતરરાષ્ટ્રીય સંધિઓ હેઠળ તેની જવાબદારીઓ પૂર્ણ કરવાની જરૂર છે. ખ્રિસ્તી અને હિન્દુ છોકરીઓ બળજબરીથી ધર્માંતરણ, અપહરણ, હેરફેર, બાળ લગ્ન, બળજબરીથી લગ્ન, ઘરેલું ગુલામી અને જાતીય હિંસાનો સામનો કરે છે, પરંતુ હવે આ અત્યાચાર સહન કરવામાં આવશે નહીં.”
પાકિસ્તાને હિન્દુ-ખ્રિસ્તી મહિલાઓ પર થતાં અત્યાચારો બંધ કરવા જોઈએ: UN
સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, “પાકિસ્તાને મહિલાઓ વિરુદ્ધ આચરવામાં આવતા આવા અપરાધોને રોકવા પડશે.” સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકારના કાર્યાલયના નિવેદનમાં નિષ્ણાતોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “મહિલાઓ અને છોકરીઓ વિરુદ્ધ આ પ્રકારના અપરાધો થઈ રહ્યા છે. ધાર્મિક લઘુમતીના સમુદાયો સાથે જોડાયેલા વર્તનને ન્યાયી ઠેરવી શકાય નહીં. પાકિસ્તાને સંધિઓ અનુસાર તેની જવાબદારી નિભાવવાની અને બળજબરીથી ધર્મ પરિવર્તનની ઘટનાઓને રોકવાની જરૂર છે.”
આ પણ જુઓ: અરવિંદ કેજરીવાલ સાથે જેલ પ્રશાસન રુબરુ મુલાકાત રોકી રહ્યું છે, સંજય સિંહે લગાવ્યો આરોપ