સાઉદીમાં સુપ્રીમ કોર્ટે લોકોને ઈદનો ચાંદ જોવાની કરી અપીલ, આજે થઈ શકે ચાંદ રાત
રીયાદ (સાઉદી અરેબિયા), 08 એપ્રિલ: સાઉદી અરેબિયાની રુયત-એ-હિલાલ કમિટિએ સાઉદી અરેબિયાના તમામ મુસ્લિમોને ઈદનો ચાંદ જોવાની અપીલ કરી છે. સાઉદી મીડિયાના અહેવાલો અનુસાર, સુપ્રીમ કોર્ટે સાઉદી અરેબિયાના તમામ મુસ્લિમોને શવ્વાલનો ચાંદ જોવાનો પ્રયાસ કરવા માટે આહ્વાન કર્યું છે. જે લોકો નરી આંખે અથવા વિઝ્યુઅલ માધ્યમથી ચંદ્ર જોઈ શકતા હોય તેમને નજીકની કોર્ટનો સંપર્ક કરવા અને તેમની જુબાની નોંધવા માટે સુપ્રીમ કોર્ટે વિનંતી કરી છે. સુપ્રીમ કોર્ટની આ અપીલ બાદ હરમને સોશિયલ મીડિયા X પર એક ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.
NEWS | The Supreme Court calls upon all Muslims within the Kingdom of Saudi Arabia to attempt to sight the Shawwal crescent moon.
The Court has urged those who are able to observe the crescent moon, either with the naked eye or through visual aids, to approach the nearest court… pic.twitter.com/kBmwaBglph
— 𝗛𝗮𝗿𝗮𝗺𝗮𝗶𝗻 (@HaramainInfo) April 8, 2024
આજે સાઉદી અને દુબઈમાં ઈદનો ચાંદ દેખાઈ શકે છે
કહેવામાં આવી રહ્યું છે કે, આજે ચાંદ માત્ર ખાડી દેશોમાં જ જોઈ શકાય તેવી શક્યતા છે. આજે એટલે કે 8મી એપ્રિલે ભારતમાં 28મો રોજો છે, જ્યારે આરબ દેશોમાં આજે 29મો રોજો થશે. આવી સ્થિતિમાં આજે અરબ અને દુબઈમાં ચાંદ જોવા મળી શકે છે. સાઉદી અરેબિયામાં આજે ચાંદ જોવાની કોશિશ કરવામાં આવશે. આરબ દેશોમાં રમજાનનો ચાંદ 10 માર્ચે દેખાયો હતો, તેથી સાઉદીમાં આજે 29 રોજા પૂરા થશે. રમજાન મહિનામાં સામાન્ય રીતે 30 દિવસના ઉપવાસ એટલે કે રોજા હોય છે, પરંતુ કેટલીકવાર 29 દિવસના રોજા પણ હોય છે. આ કારણે આજે પણ સાઉદીમાં ઈદનો ચાંદ જોવા મળી શકે છે.
સાઉદી અરેબિયામાં એક દિવસ પહેલા ઈદ ઉજવાય છે
મોટાભાગના દેશોમાં 9મી એપ્રિલે ઈદનો ચાંદ નજર આવશે, કારણ કે રમજાન માસમાં 30થી વધુ દિવસો હોતા નથી. અરબ દેશોનાં ટાઈમ ઝોન પ્રમાણે એક દિવસ પહેલા ઈદ ઉજવવામાં આવે છે. પાકિસ્તાન અને ભારત સહિત કેટલાક દેશોમાં ઈદની તૈયારીઓ જોરશોરથી ચાલુ છે. બજારમાં સેવૈયા અને કપડાં ખરીદવા ભીડ ઉમટી પડી છે. કેટલાક લોકો સગાં-સંબંધી અને મિત્રો માટે ગિફ્ટ્સ ખરીદતા નજરે આવી રહ્યા છે. જેમ-જેમ રમઝાન માસ પૂર્ણ થવાનો છે, તેમ-તેમ ઈદને લઈને મુસ્લિમોમાં ઉત્સાહ વધ્યો છે. આમ, સાઉદી અરેબિયામાં સુપ્રીમ કોર્ટમાં ચાંદ જોવાની અપીલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જેમણે ચાંદ જોયો છે તેઓ નજીકની કોર્ટમાં જઈને તેમની જુબાની નોંધી શકે છે.
આ પણ વાંચો: હજ અને ઉમરાહમાં ભીડને નિયંત્રિત કરવા સાઉદી સરકારનો મોટો નિર્ણય