ટ્રેન્ડિંગમનોરંજન

16 વર્ષે બનશે વોન્ટેડની સિક્વલ, સલમાન રાજી, બોનીએ કર્યું કન્ફર્મ

Text To Speech
  • વોન્ટેડની સિક્વલ બને તેની ફેન્સ છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, હવે આ સપનું સાચું પડવા જઈ રહ્યું છે. સૌથી મોટી વાત એ છે કે આ વખતે આ સમાચારની પુષ્ટિ અન્ય કોઈ સોર્સે નહીં, પરંતુ ખુદ નિર્માતા બોની કપૂર દ્વારા કરવામાં આવી છે.

1 એપ્રિલ, મુંબઈઃ સુપરસ્ટાર સલમાન ખાનના ફેન્સને એ ગૂડ ન્યુઝ મળી રહ્યા છે જેની તેઓ છેલ્લા 16 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. વોન્ટેડની સિક્વલ બને તેની ફેન્સ છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, હવે આ સપનું સાચું પડવા જઈ રહ્યું છે. સૌથી મોટી વાત એ છે કે આ વખતે આ સમાચારની પુષ્ટિ અન્ય કોઈ સોર્સે નહીં, પરંતુ ખુદ નિર્માતા બોની કપૂર દ્વારા કરવામાં આવી છે. સલમાન ખાનની કારકિર્દીમાં વર્ષ 2008 એક લેન્ડમાર્ક રહ્યું. આ વર્ષે રીલીઝ થયેલી ફિલ્મ ‘વોન્ટેડ’એ બોક્સ ઓફિસ એ જાદુ કર્યો જેણે સલમાનની કારકિર્દીને નવી ગતિ આપી હતી.

‘વોન્ટેડ’ તેની કારકિર્દીની ખૂબ જ મહત્ત્વની ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મની સિક્વલની સલમાનના ફેન્સ 16 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ફિલ્મના નિર્માતા બોની કપૂર સાથે સલમાનના સંબંધોમાં તણાવ આવ્યા બાદ એવું કહેવાઈ રહ્યું હતું કે હવે ‘વોન્ટેડ 2’ બનાવવી મુશ્કેલ છ, પરંતુ હવે બોની કપૂરે જાતે કન્ફર્મ કર્યું છે કે ‘વોન્ટેડ 2’ બનવા જઈ રહી છે અને તે પણ સલમાન સાથે.

વોન્ટેડ-2માં કામ કરવા સલમાન ખાન 16 વર્ષે રાજી, નિર્માતા બોની કપૂરે કર્યું કન્ફર્મ hum dekhenge news

પોતાની ફિલ્મોની સિક્વલ પર બોલ્યા બોની કપૂર

બોની કપૂરે તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં પોતાની યાદગાર ફિલ્મોની સીક્વલ અને રીમેક બનાવવાને લઈને બોની કપૂરે જ ણાવ્યું કે ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકોએ તેમને હમ પાંચની રિમેક બનાવવાની વાત કરી છે. મિસ્ટર ઈન્ડિયાની સિક્વલ ન બની શકે, કેમકે તેને એક એલિમેન્ટ જોઈએ જે હવે મુશ્કેલ છે, જુદાઈ પર ટીવી શો બની ચૂક્યા છે. ત્યારબાદ વોન્ટેડ પર વાત કરતા બોનીએ કહ્યું કે વોન્ટેડની સીક્વલ હું બનાવીશ. મેં સલમાનને એ માટે વાત કરી લીધી છે. સલમાને હા પણ કહી છે. અમે આગળ વિચારી રહ્યા છીએ.

આ પણ વાંચોઃ જ્હાન્વી કપૂરના જેની સાથે લગ્નની ચર્ચા થઈ રહી છે એ શિખર પહાડિયા કોણ છે?

Back to top button