વર્ષ 2022માં સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા છે આ બિમારીઓના ઉપચારો
વર્ષ 2022 પૂરુ થવાને આરે છે, ત્યારે આ વર્ષ દરમ્યાન ઘણા લોકોએ ઘણી બીમારીનો પણ સામનો કરવો પડ્યો છે. કોવિડ19નો રોગચાળો આ વર્ષમાં ઓછો જોવા મળ્યો છે, પરંતુ તેની અસર ચોક્કસ થઈ છે. આ સિવાય ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોનો પણ લોકોને સામનો કરવો પડ્યો છે, ત્યારે તાજેતરમાં એક રિપોર્ટ બહાર આવ્યો છે કે આખા વર્ષ દરમિયાન લોકોએ દરેક બિમારી અને તેના ઈલાજ માટે ગૂગલ ઘણી વસ્તુઓ સર્ચ કરી છે. તો આ વર્ષ દરમ્યાન કઈ એવી બિમારી છે જેના વિશે લોકોએ ગૂગલ પર સૌથી વધુ સર્ચ કર્યુ છે, તે વિશે અમે તમને જણાવીશું.
આ પણ વાંચો ; Google Search 2022 : જાણો વર્ષ દરમ્યાન ભારતીયોએ ગૂગલ પર સૌથી વધુ શું સર્ચ કર્યુ ?
ઓક્સિજન કેવી રીતે વધારવો : આપને જણાવી દઈકે કોરોનાકાળમાં દરેક દર્દીએ ઓક્સિજનની અછત અનુભવી છે, કારણ કે ઓક્સિજનની અછતને લીધે ઘણાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તે દરમ્યાન ઘણા લોકોએ ઓક્સિજન કેવી રીતે વધારવો તે વિશે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કર્યુ હતું.
તાવનો ઉપચાર : કોરોનાકાળ દરમ્યાન બિમાર રહેલા લોકોએ, સાજા થયા બાદ પણ જ્યારે તાવ આવતો ત્યારે મોટેભાગે લોકોએ તાવના ઘરેલુ ઉપચાર વિશે સર્ચ કરેલુ છે.
ઈમ્યુનિટી : આ શબ્દ પણ કોરોના પછી વધારે સાંભળવા મળ્યો છે, તેથી દરેક જણ હવે પોતાની ઈમ્યુનિટી કેવી રીતે વધારી શકાય તે માટે લોકોએ ગૂગલનો સહારો લીધો છે.
ગળાની ખરાશ : કોરોનાના સમય દરમ્યાન ગળુ સુકાવવુ એ કોરોનાનો સામાન્ય લક્ષણોમાંનુ એક લક્ષણ છે, તેથી આ માટેના પણ ઘરેલુ ઉપચારો ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયા છે.
દૂધ અને હળદર : સ્વાભાવિક છે કે ઘરેલુ ઉપચાર માટે હળદરને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે ત્યારે ઈમ્યુનિટી વધારવા માટે દૂધ અને હળદરનો કેવી રીતે ઉપયોગ કરી શકાય, તે વિશે પણ સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું છે.
તુલસીનું પાણી : કોવિડ પછી તુલસીના પાણી વિશે પણ સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યુ હતુ, કારણ કે ઘણા નિષ્ણાંતોએ કહ્યુ હતુ કે હુંફાળા પાણીમાં તુલસી નાખીને પીવાથી ખાંસી જેવી સમસ્યાઓ સામે લડી શકાય છે.