ટ્રેન્ડિંગનેશનલહેલ્થ

પુરુષોના અંડકોષ સુધી પહોંચ્યો વિશ્વનો સૌથી ખતરનાક પદાર્થ

  • અભ્યાસ અનુસાર શ્વાન કરતા મનુષ્યોમાં ત્રણ ગણું પ્લાસ્ટિક

દિલ્હી, 20 મે: વિશ્વનો સૌથી ખતરનાક પદાર્થ જેનો ના તો ક્યારે ક્યારેય અંત લાવી શકાય, ના તો તે સડે, ના તો તે ઓગળે. આ ખતરનાક પદાર્થ માનવ ગર્ભ, પ્રાચીન પથ્થરો, નસો, બ્લૂ વ્હેલ, બાળકોની પૉટીમાં, એન્ટાર્કટિકામાં, માઉન્ટ એવરેસ્ટ પર અને સમુદ્રના ઊંડાણોમાં જોવા મળ્યો છે. આ એક જાતનું ખતરનાક પ્લાસ્ટિક છે. હવે તે મનુષ્યના અંડકોષ સુધી પહોંચી ગયું છે. એક નવા વૈજ્ઞાનિક અભ્યાસમાં આ વાત પ્રકાશમાં આવી છે.

ઝડપથી ફેલાઈ રહ્યું છે પ્લાસ્ટિક

યુનિવર્સિટી ઓફ ન્યુ મેક્સિકોના વૈજ્ઞાનિકોએ શ્વાન અને માનવીઓના ટેસ્ટિક્યુલર પેશીઓની તપાસ કરી હતી. જેની અંદરથી માઈક્રોપ્લાસ્ટિક મળી આવ્યું હતું. તેનો અર્થ એ છે કે પ્લાસ્ટિકના ખૂબ જ નાના કણો. રિપોર્ટ અનુસાર શ્વાનની સરખામણીમાં માનવીના અંડકોષમાં ત્રણ ગણા વધુ માઇક્રોપ્લાસ્ટિક્સ મળી આવ્યા છે.

શ્વાન કરતા મનુષ્યોમાં વધુ મળી આવ્યું પ્લાસ્ટિક

શ્વાનના ટેસ્ટિક્યુલર પેશીઓના પ્રત્યેક ગ્રામમાં, 122.63 માઇક્રોગ્રામ પ્લાસ્ટિક મળી આવ્યું હતું, જ્યારે મનુષ્યોમાં તે 329.44 માઇક્રોગ્રામ મળી આવ્યું હતું. હવે જરા વિચારો કે આપણા શરીરમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યું છે. તે આપણા શરીરના દરેક ભાગમાં જાય છે. જેના કારણે પુરુષોની પ્રજનન ક્ષમતા પર અસર પડી શકે છે.

આવનારી પેઢી માટે મોટી સમસ્યા

આ અભ્યાસ હાથ ધરનાર વૈજ્ઞાનિક શિયાઓઝાંગ યુએ કહ્યું કે શરૂઆતમાં મને આ અંગે શંકા હતી. પરંતુ જ્યારે સંપૂર્ણ તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે માઇક્રોપ્લાસ્ટિક્સ પુરુષોના પ્રજનન અંગોમાં ઘૂસી ગયા છે. શ્વાન સાથે મનુષ્યની સરખામણી કરવામાં આવી ત્યારે આશ્ચર્ય થયું, કેમ કે શ્વાન અને મનુષ્યની સરખામણીમાં મનુષ્યમાં પ્લાસ્ટિકનું પ્રમાણ વધું હોવાથી આવનારી પેઢીને નુકસાન થશે.

12 પ્રકારના પ્લાસ્ટિક જોવા મળ્યા પુરુષ અને શ્વાનના અંડકોષમાં

અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે શ્વાન અને માનવીઓના અંડકોષમાં 12 વિવિધ પ્રકારના માઇક્રોપ્લાસ્ટિક્સ મળી આવ્યા હતા. તેમાં પોલીથીલીન (PE) મહત્તમ માત્રામાં જોવા મળ્યો હતો. આમાંથી પ્લાસ્ટિકની થેલીઓ અને પ્લાસ્ટિકની બોટલો બનાવવામાં આવે છે. આ પ્લાસ્ટિકનું મહત્તમ પ્રદૂષણ કરે છે.

ઝડપથી ઘટી રહી છે શુક્રાણુઓની સંખ્યા

માણસોના શુક્રાણુઓની ગણતરી ના કરવામાં આવી પરંતુ શ્વાનના શુક્રાણુઓની ગણતરી કરવામાં આવી હતી. શ્વાનના શુક્રાણુઓમાં પોલીવિનાઇલ ક્લોરાઇડ (PVC) મોટી માત્રામાં મળી આવ્યું છે. આ પ્લાસ્ટિકનું એક સ્વરૂપ છે. જેના કારણે શ્વાનના શુક્રાણુઓની સંખ્યા ઘટી રહી છે. પીવીસીના વધુ પડતા ઉપયોગથી સમગ્ર વિશ્વમાં શુક્રાણુઓની સંખ્યા ઘટી રહી છે. આ અભ્યાસ તાજેતરમાં ટોક્સિકોલોજિકલ સાયન્સમાં પ્રકાશિત થયો છે.

આ પણ વાંચો: સ્પેન અને પોર્ટુગલમાંથી પસાર થયું ઉલ્કાપિંડ, વીડિયો થયો વાયરલ

Back to top button