ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

ગરમીથી બચવા શ્વાને કર્યો અનોખો જુગાડ, વીડિયો જોઈ નહીં રોકી શકો હસવું

Text To Speech
  • એક પાલતુ શ્વાને ગરમીથી છુટકારો મેળવવા માટે કર્યો અનોખો જુગાડ
  • ગરમીથી બચવા માટે શ્વાને ઘરમાં રહેલા ફ્રિજનો કર્યો ઉપયોગ

HD ન્યૂઝ ડેસ્ક, 20 મે: સમગ્ર દેશમાં ગરમીનો કહેર યથાવત છે. વધતા તાપમાનના કારણે લોકોનો શ્વાશ અધર થઈ ગયો છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ થોડી ઘણી ઠંડકની શોધમાં છે, પછી તે માનવ હોય કે પ્રાણી. લોકો ગરમીથી બચવા એસી અને કુલર ચલાવે છે, પરંતુ રસ્તા પર ફરતા પશુઓ માટે આવો કોઈ ઉપાય નથી. આવી સ્થિતિમાં, એક પાલતુ કૂતરાએ ગરમીથી છુટકારો મેળવવા માટે એક અદ્ભુત ઉપાય શોધ્યો છે. ગરમીથી રાહત મેળવવા માટે કૂતરો ફ્રિજ પસંદ કરે છે અને ત્યાં જ તેની બેઠક કરે છે.

કૂતરો ફ્રીજમાં બેસીને આરામ કરતો જોવા મળ્યો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર અનિતા શર્મા નામની યુઝરે આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં એક સફેદ કૂતરો ફ્રિજમાં શાકભાજીના ડબ્બા પર આરામથી બેઠો જોવા મળે છે. તે ફ્રિજની અંદર ખૂબ જ આરામથી ફીટ થઈ ગયો છે અને ઠંડા ફ્રિજની મજા માણી રહ્યો હોય તેવું લાગે છે, પરંતુ પરિવારના સભ્યોની તેના પર નજર પડતાં જ તેને બહાર કાઢવા ત્યાં પહોંચી જાય છે. ઘરની માલીક કૂતરાને ફ્રિજની બહાર આવવાનું કહે છે ત્યારે તે તેમના પર ભસવા લાગે છે. મહિલા વારંવાર કૂતરાને બહાર આવવા માટે કહે છે, પરંતુ તે ફ્રિજ બહાર આવવા નથી માંગતો. અંતે મહિલા કૂતરાને બળજબરીથી બહાર કાઢે છે.

આ પણ વાંચો: વડોદરામાં ભયંકર ગરમી જીવલેણ બની, ગભરામણ બાદ વધુ 2 લોકોના મૃત્યુ

અહીં જૂઓ વાયરલ વીડિયો:

 

 

View this post on Instagram

 

A post shared by Anita sharma (@anita_suresh_sharma)

વીડિયો જોઈ લોકોએ લીધી મજા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા આ વીડિયો પર લોકો ઘણી લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. આ ફની વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે ફ્રિજમાં કૂતરા માટે બેડ મૂકવાની સલાહ આપી. અન્ય એક યુઝરે લખ્યું, ‘આના માટે ડીપ ફ્રીઝર લો અને તેમાં તેનો બેડ મૂકો.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘ખૂબ જ ગરમ છે ભાઈ બિચારો શું કરે.’

આ પણ વાંચો: સ્માર્ટફોનના વળગણનો ગજ્જબ જુગાડ! મહિલાનો વીડિયો થયો વાયરલ

Back to top button