ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

ધારાસભ્યે મતદાન મથક પહોંચી મચાવી ધમાલ, મતદાન દરમિયાન EVM તોડ્યું

  • આંધ્રપ્રદેશમાં શાસક YSRCPના ધારાસભ્ય દ્વારા EVM મશીન તોડવાનો મામલો આવ્યો પ્રકાશમાં
  • મતદાન મથક પર મતદાન ચાલી રહ્યું હતું ત્યારે ધારાસભ્યએ કરી તોડફોડ
  • ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરવાની આપી સુચના

માશેરલા, 22 મે: જનતા દ્વારા ચૂંટાયેલા નેતાઓ ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ પાડવાનું શરૂ કરશે તો નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી કરાવવાની જવાબદારી કોણ લેશે? આ પ્રશ્ન આંધ્રપ્રદેશમાં ઘણો ગૂંજી રહ્યો છે અને તેનું કારણ સત્તાધારી YSRCPના એક ધારાસભ્ય છે, જેમણે મતદાન દરમિયાન EVM મશીન તોડી નાખ્યું હતું. જેનો વીડિયો પણ પ્રકાશમાં આવ્યો છે. કુલ 7 જગ્યાએથી ઈવીએમને નુકસાન થવાના કિસ્સા નોંધાયા છે.

ચૂંટણી પંચે કડક કાર્યવાહીના આપ્યા નિર્દેશ

ચૂંટણી પંચે મંગળવારે આંધ્ર પ્રદેશ પોલીસ વડાને આ મામલામાં શાસક YSRCP ધારાસભ્ય સામે કડક ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. 13 મેના રોજ મતદાન મથક નંબર 202 સહિત માશેરલા મતવિસ્તારના 7 મતદાન મથકો પર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) તોડવામાં આવ્યા હતા, તેમાંનું એક EVM સ્થાનિક ધારાસભ્ય પી રામકૃષ્ણ રેડ્ડીએ કથિત રીતે ખેંચીને પછાડ્યું હતું, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ચૂંટણી પંચે શું કહ્યું?

ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘માશેરલા વિધાનસભા મતવિસ્તારમાં પીએસ નંબર (મતદાન કેન્દ્ર નંબર) 202 સહિત સાત મતદાન મથકો પર ઇવીએમને નુકસાન થયું હતું, જ્યાં વર્તમાન ધારાસભ્ય પી રામકૃષ્ણ રેડ્ડી દ્વારા ઇવીએમને નુકસાન પહોંચાડવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.’ મંગળવારના મોડી રાત્રે રિટર્નિંગ ઓફિસર (CEO) મુકેશ કુમાર મીનાની ઓફિસે પહોંચ્યા હતા. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચે આ ઘટનાક્રમને ગંભીરતાથી લીધી છે અને સીઈઓને પણ સંડોવાયેલા તમામ વ્યક્તિઓ સામે કડક ફોજદારી પગલાં લેવાનો આદેશ આપ્યો છે અને તે માટે ડીજીપી હરીશ કુમાર ગુપ્તાને સૂચના આપી છે.

EVMને નુકસાન કરતા તમામ વ્યક્તિો સામે લેવામાં આવશે કડક પગલા

પલનાડુ જિલ્લા ચૂંટણી અધિકારીઓએ તપાસમાં મદદ કરવા માટે પોલીસને આ ઘટનાઓના ફૂટેજ આપ્યા છે. વધુમાં, ચૂંટણી પંચે પોલીસને EVM ને નુકસાનના મામલામાં સામેલ તમામ વ્યક્તિઓ સામે કડક પગલાં લેવા જણાવ્યું છે, જેથી ભવિષ્યમાં કોઈ અશાંતિ ફેલાવવાની હિંમત ન કરે.

અહીં જૂઓ વાયરલ વીડિયો:

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

ચોથા તબક્કામાં થઈ હતી ચૂંટણી

આંધ્રપ્રદેશમાં 13 મેના રોજ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થઈ હતી. દક્ષિણી રાજ્ય આંધ્ર પ્રદેશમાં પલાનાડુ, તિરુપતિ અને અનંતપુર જિલ્લામાં અનેક સ્થળોએ ચૂંટણી સંબંધિત હિંસા જોવા મળી હતી.

આ પણ વાંચો: ભોજપુરી સ્ટાર પવન સિંહ વિરુદ્ધ ભાજપની મોટી કાર્યવાહી: પાર્ટીમાંથી કરી હકાલપટ્ટી, જાણો કારણ

Back to top button