ટોપ ન્યૂઝબિઝનેસ

દેશની 10 સૌથી અમીર મહિલાઓની યાદીમાં બે ગુજરાતી મહિલાઓનો સમાવેશે, જાણો કોણ છે રીચેસ્ટ વુમન?

Text To Speech

વર્ષ 2021 માટે દેશની 10 સૌથી અમીર મહિલાઓની યાદીમાં બે ગુજરાતી મહિલાઓનો સમાવેશ થાય છે. નાયકાનાં ફાઉન્ડર અને CEO ફાલ્ગુની નાયર 2020માં 10માં રેન્ક પરથી 2021માં સીધા બીજા રેન્ક પર પહોંચી ગયાં છે. ગુજરાતી મૂળનાં જ કિરણ મજુમદાર-શૉને પછાડીને તેમણે બીજો રેન્ક મેળવ્યો છે. બાયોકોન કંપનીનાં ફાઉન્ડર અને CEO કિરણ મજુમદાર-શૉની સંપત્તિમાં 21 ટકાનો ઘટાડો નોંધાયો છે જેના કારણે તેમને એક રેન્કનું નુકસાન થયું છે. કોટક પ્રાઇવેટ બેન્કિંગ હુરુન- લીડિંગ વેલ્થ વુમન લિસ્ટમાં પહેલા રેન્ક પર એચસીએલ ટેક્નોલોજીનાં ચેરપર્સન રોશની નાદર મલ્હોત્રાએ સતત બીજા વર્ષે સ્થાન પ્રાપ્ત કર્યું છે. 54 ટકા સંપત્તિમાં વધારા સાથે તેમની કુલ સંપત્તિ રૂ. 84,330 કરોડે પહોંચી ગઈ છે.

વેલ્ધી વુમન 2021ની યાદી
હુરુન લીડિંગ વેલ્ધી વુમન 2021ની યાદીમાં ટૉપ 100માં ગુજરાતની માત્ર બે મહિલાઓને સ્થાન મળ્યું છે. રૂ. 3830 કરોડની સંપત્તિ સાથે એસ્ટ્રલ કંપનીની જાગૃતિ સંદીપ એન્જિનિયર 17મા રેન્ક પર છે. તેમની સંપત્તિમાં 149 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે રૂ. 450 કરોડની સંપત્તિ સાથે અનુપમ રસાયણ ઈન્ડિયા કંપનીનાં મોના આનંદ દેસાઈ 81મા રેન્ક પર છે. તેમની સંપત્તિમાં 29 ટકાનો વધારો થયો છે.

રોશની નાદર ભારતની સૌથી અમીર મહિલા

Roshni Nadar
રોશની નાદર મલ્હોત્રા ભારતીની સૌથી અમીર મહિલા છે. તેમની સંપત્તિ 84.330 કરોડ રૂપિયા છે. ગત

રોશની નાદર મલ્હોત્રા ભારતીની સૌથી અમીર મહિલા છે. તેમની સંપત્તિ 84.330 કરોડ રૂપિયા છે. ગત વર્ષે તેમની સંપત્તિમાં 54 ટકાનો વધારો નોંધાયો છે. કોટક પ્રાઇવેટ બેકિંગ-હુરૂન યાદીના અનુસાર એચસીએલ ટેક્નોલોજીની ચેરપર્સન રોશની નાદર મલ્હોત્રા ભારતની સૌથી ધનવાન મહિલા બની ગઇ છે. રોશની નાદર મલ્હોત્રા HCL ટેક્નોલોઝીઝના સંસ્થાપક શિવ નાદરની પુત્રી છે. રોશની ભારતમાં કોઇ આઇટી કંપનીની કમાન સંભાળનાર પ્રથમ મહિલા છે. વર્ષ 2019માં રોશની ફોર્બ્સની દુનિયાની 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં 54મા નંબર પર રહી છે.

ફાલ્ગુની નાયર રિચેસ્ટ વુમનની યાદીમાં બીજા નંબરે

Falguni Nayar
નાયકાનાં ફાઉન્ડર અને CEO ફાલ્ગુની નાયર 2020માં 10માં રેન્ક પરથી 2021માં સીધા બીજા રેન્ક પર પહોંચી ગયાં છે.

બુધવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર 59 વર્ષની ફાલ્ગુની નાયરની સંપત્તિમાં વર્ષ 2021 દરમિયાન 963 ટકાનો વધારો થયો છે. તે ભારતી બીજા નંબરની ધનિક મહિલા બની છે. ઇન્વેસ્ટમેન્ટ બેકિંગની જોબ છોડીને લગભગ એક દાયકા પહેલાં સૌદર્ય બ્રાંડ નાયકા શરૂ કરનાર ફાલ્ગુની નાયર 57,520 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ સાથે જાત મહેનતે ધનિક બનેલી મહિલાઓમાં સૌથી આગળ છે.

મુંબઇમાં ઉછરેલાં ફાલ્ગુની મહેતા લગ્ન બાદ ફાલ્ગુની નાયર બન્યાં હતાં. ફાલ્ગુની નાયરનાં દાદી કમળાબેન, દાદા રતિલાલ મહેતાની હવેલી આજે પણ મોરબીના હળવદમાં છે. ફાલ્ગુનીએ મુંબઇ યુનિવર્સિટીમાંથી બી.કોમ.માં ગ્રેજ્યુએટ થયા બાદ અમદાવાદ આઇઆઇએમમાંથી એમબીએ કર્યું હતું. 1987ના મે મહિનામાં ફાલ્ગુનીએ સંજય નાયર સાથે લગ્ન કર્યાં હતાં. તેમને એક દીકરો અંકિત અને એક દીકરી અદ્રિતા છે. બંને સંતાનો પણ નાયકામાં માતા સાથે કામ કરી રહ્યાં છે. સંજય સાથે ફાલ્ગુનીની મુલાકાત અમદાવાદ આઇઆઇએમમાં જ થઇ હતી. ફાલ્ગુનીના પિતા બેરિંગ કંપની ચલાવતા હતા. બેન્કની મોટા પગારની નોકરી છોડી 2012માં નાયકા કંપની શરૂ કરી હતી.

ત્રીજા નંબર પર છે કિરણ મજૂમદાર-શો
બાયોકોનની કિરણ મજૂમદાર-શોની કુલ સંપત્તિ 21 ટકા ઘટીને 29,030 કરોડ રૂપિયા રહી ગઇ છે. તે દેશની ત્રીજી સૌથી ધનિક મહિલા છે. કોટક પ્રાવિએટ બેકિંગ હુરૂન યાદીમાં 100 એવી મહિલાઓમાં સામેલ કરવામાં આવી હતી, જે ભારતમાં જન્મી અથવા ઉછેર થયો છે અને સક્રિય રૂપથી પોતાના વ્યવસાયોની સંચાલન કરી રહી છે.

રૂ. 3830 કરોડની સંપત્તિ સાથે એસ્ટ્રલ કંપનીની જાગૃતિ સંદીપ એન્જિનિયર 17મા રેન્ક પર છે. તેમની સંપત્તિમાં 149 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે રૂ. 450 કરોડની સંપત્તિ સાથે અનુપમ રસાયણ ઈન્ડિયા કંપનીનાં મોના આનંદ દેસાઈ 81મા રેન્ક પર છે. તેમની સંપત્તિમાં 29 ટકાનો વધારો થયો છે.

Back to top button