ટોપ ન્યૂઝવર્લ્ડ

નાસાના આર્ટેમિસ-1માં ફયૂઅલ લિકેજ જોવા મળતા લોન્ચિંગ ફરી રદ્દ

Text To Speech

અમેરિકાની સહમાનવ ચંદ્વ પર જવાની યોજનાના ભાગરુપ આર્ટેમિસ-1 મિશન ફરી ઘોંચમાં મુકાયું છે. નાસાના વૈજ્ઞાનિકોને લોંચના થોડાક કલાક પહેલા જ રોકેટમાં ફૂયઅલ લિકેજ અને એન્જીનમાં ખામી જોવા મળી હતી. એક જ અઠવાડિયામાં મિશન મુલતવી રાખવું પડયું હોય એવું બીજી વાર બન્યું છે. ઓર્ટેમિસ- 1 મિશનનું લોન્ચિંગ ફલોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી થવાનું હતું. આથી હવે આવનારા સમયમાં ત્રીજી વાર નવું શેડ્યૂલ્ડ ગોઠવવામાં આવશે તેવું હાલ જાણવા મળ્યું છે.

નજીકના જ દિવસોમાં ફરી નવી તારીખ કરાશે જાહેર

જો કે ત્રીજા પ્રયત્નની તારીખ અને સમય નકકી કરવામાં આવ્યો નથી. પરંતુ નજીકના જ દિવસોમાં તેની નવી તારીખ જાહેર કરવામાં આવશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે. નાસાનું આર્ટેમિસ મિશન 2025 સુધીમાં માણસને ચંદ્ર પર મોકલવા માટેનું છે. હાલમાં ઓરિયન નામની કેપ્સૂલ તૈયાર કરવામાં આવી છે. આ કેપ્સૂલ 42 દિવસ ચંદ્રનું ભ્રમણ કરીને માહિતી એકત્ર કરવા માટે છે. ઓરિયનના ડેટા અને માહિતીના આધારે સમાનવ યાન ચંદ્ર પર જવાનું છે. માટે આર્ટેમિસ -1 મિશન ખૂબજ મહત્વનું છે પરંતુ ઓરિયનને સ્પેસમાં લઇ જનારા રોકેટમાં ફરી ટેકનીકલ ખામી સર્જાતા મિશનના કાર્યક્રમને ઝાટકો લાગ્યો છે.

Back to top button