ઉત્તર ગુજરાતગુજરાત

ડીસા: પરિવાર ગણપતિની આરતીમાં, ચોર ઘરમાં

Text To Speech

પાલનપુર : ડીસાના શ્યામ બંગ્લોઝમાં રહેતા એક પરિવાર ઘરમાં સ્થાપિત ગણપતિની આરતી કરતા હતા. તે દરમિયાન જ અગાસીનો દરવાજો ખુલ્લો રહેતા તસ્કરે રૂમમાં પ્રવેશી રૂપિયા ચાર લાખ ઉપરાંતની રોકડ રકમની ચોરી કરી હતી. જે અંગે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.ડીસાના પાટણ હાઇવે પર આવેલ શ્યામ બંગ્લોઝ ભાગ -2 માં રહેતા કલ્પેશભાઈ ઈશ્વરલાલ પવાણી ડીસામાં જુના પોલીસ સ્ટેશન આગળ રેડીમેડ કપડાનો વ્યવસાય કરે છે.

ડીસા

 રૂપિયા ચાર લાખની રોકડ લઈ ગયો

તેઓએ હાલમાં ઘરમાં ગણપતિની સ્થાપના કરેલી હોય સાંજના સુમારે તેમના ઘરે ગણપતિની આરતી ચાલતી હતી. આ દરમિયાન મોટેથી ટેપ વાગતું હતું. અને પરિવારના સદસ્યો ગણપતિની આરતી કરતા હતા.ત્યારે ઉપરના માળે અગાસીનો દરવાજો ખુલ્લો હોઇ કોઈ તસ્કરે રૂમમાં પ્રવેશ કરી પેટીમાં મુકેલા રૂપિયા ચાર લાખની રોકડ રકમની ઉઠાંતરી કરી ગયો હતો.બાદમાં પરિવારની મહિલા ઉપરના રૂમમાં જતા તમામ સમાન વેર વિખેર જણાવતા પડેલો જણાતા તેમના પતિ કલ્પેશભાઈ ને જાણ કરતા પેટીમાં મુકેલા રૂપિયા ચાર લાખની ચોરી થઈ હોવાનું જણાયું હતું.જેથી આ અંગે તેઓએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Back to top button