રાજ્યમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના સૌથી જાણીતા એવા પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માની ધરપકડ થવાની માહિતી સામે આવી રહી છે. રાજ્યના વિવિધ શહેરોમાં પૂર્વ કલેક્ટર તરીકે ફરજ બજાવી ચુકેલા પ્રદીપ શર્માની કચ્છના એક જૂના જમીનના કેસમાં CID ક્રાઇમમાં દાખલ થયેલા ગુનો સંદર્ભે અટકાયત કરવામાં આવી છે. પ્રદીપ શર્મા પર ગાંધીધામના ચુડવા ગામની જમીન સસ્તામાં વેચવાનો આરોપ છે.
આ પણ વાંચો : નકલી PSI ના મામલે રાજ્ય સરકાર એકશનમાં 6 પોલીસ જવાન સસ્પેન્ડ !
છેલ્લા ઘણાં સમયથી તપાસ ચાલતી હોવાના બાદ 2004- 2005ના કેસમાં તપાસના અંતે CIDએ ગુનો દાખલ કર્યો હતો. ગાંધીધામના મામલતદારે ફરિયાદ નોંધાવી હતી. ગાંધીનગર ખાતે આવેલા નિવાસ્થાનેથી પ્રદીપ શર્માની અટકાયત કરવામાં આવી છે. જમીન કૌભાંડ મામલે કુલ ત્રણ અધિકારી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ગાંધીગ્રામના મામલતદાર ભગીરતસિંહ ઝાલાએ આ અંગેનો CID ક્રાઇમ ભૂજ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. IPC 409,120B અને 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે આ અગાઉ પ્રદીપ શર્માની પહેલા પણ ધરપકડ થઈ ચૂકી છે. ઘણા લાંબા સમય બાદ તેમણે પ્રદીપ શર્માને જમાનત મળી હતી ત્યારે ફરી એકવાર જમીન સંબંધિત મામલામાં ધરપકડ કરવામાં આવી છે.
ખાસ વાત છે કે પ્રદીપ શર્મા 1994 બેચના IAS અધિકારી છે. ભુજ CID ક્રાઈમ બ્રાન્ચે આજે અમદાવાદમાંથી પ્રદીપ શર્માની ધરપકડ કરી છે. પ્રદીપ શર્મા કચ્છના કલેક્ટર હતા ત્યારે તેમણે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું હતું. અધિકારીએ સત્તાનો દુરુપયોગ કરીને કૌભાંડ આચર્યું હતું. માહિતી એવી પણ સામે આવી છે કે, તેમના પર મોંઘી જમીન સસ્તામાં આપવાનો આરોપ છે.
આ પણ વાંચો : ગરીબોને મળતા સસ્તા અનાજમાં ગેરરીતિ રોકવા માટે રાજ્ય સરકારે SIT ની રચના કરી આપ્યા તપાસના આદેશ