ગુજરાતટોપ ન્યૂઝ

નકલી PSI ના મામલે રાજ્ય સરકાર એકશનમાં 6 પોલીસ જવાન સસ્પેન્ડ !

રાજ્યમાં કરાઈમાં નકલી PSI ની ટ્રેનિંગનો મુદ્દો વિધાનસભામાં સામે આવ્યા બાદ સરકાર એકશનમાં આવી છે. આ મામલે રાજ્ય સરકારે કાર્યવાહી કરતાં જવાબદાર પોલીસ કર્મચારી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 4 એડીઆઇ અને 2 પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઓર્ડર રાતોરાત છૂટ્યો છે.

01 Nakli PSI Mayur Tadvi Hum Dekhenge News

આ ઉપરાંત PSI ભરતીનું વેરિફિકેશન કરનાર અન્ય SRP ના ચાર પોલીસ જવાનોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં નકલી PSI ઘટનાની તપાસ પણ કરાઇ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલને સોંપવામાં આવી છે અને તાત્કાલિક જવાબ માંગવામાં આવ્યા છે. તો બીજી તરફ તમામ ઉમેદવારો અને ટ્રેનિંગ લઈ રહેલા PSI ની બાયો મેટ્રેકિ પણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : નકલી PSI મયુર તડવી પર પોલીસ એક્શન, 10 માર્ચ સુધી રિમાન્ડ પર

ગુજરાતના આ અતિ ચર્ચાસ્પદ કેસમાં કરાઈ પોલીસ એકેડમીમાં નકલી પીએસઆઈ બનીને મયુર તડવી નામનો યુવક તાલીમ લેવા પહોંચ્યો હતો. ત્યારે ભાંડો ફૂટતા છેક ગૃહ મંત્રાલય સુધી વાત પહોંચી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કેસથી ફરી એકવાર ગુજરાત પોલીસની છબી ખરડાઈ છે. કરાઈ પોલીસ એકેડમીમાં પીએસઆઈ જેવી ઉપલી કેડરમાં પણ ભરતી કૌભાંડ ચાલી રહ્યું છે.

Nakli PSI Mayur Tadvi Hum Dekhenge News

તમામ તપાસ વચ્ચે હજી પણ કેટલાંક સવાલો અકબંધ જ રહ્યા છે. જેમાં ST ઉમેદવારની યાદીમાં વિશાલ રાઠવાનું નામ ત્રીજા ક્રમે હતું. ત્યારે મયુરે વિશાલનું નામ એડિટ કરી પોતાનું નામ મયુર લાલજીભાઈ તડવી લખી દીધું હતું. મુખ્ય ગેટ પરથી ગૃહ વિભાગમાંથી આવેલી યાદી વેરિફાઈ કરાઈ નહીં. માત્ર કોલ લેટર જોઈને ઉમેદવારોને અંદર જવા દેવામાં આવ્યા હતા. ફેક કોલ લેટર લઈને મયુર તડવી ટ્રેનિંગ માટે અંદર ઘૂસી ગયો હતો.

આ પણ વાંચો : 2021 PSI ભરતી : પરીક્ષામાં ઉતીર્ણ થયેલા તમામ ઉમેદવારોનું બાયોમેટ્રીક ક્રોસ વેરીફિકેશન કરવાનો નિર્ણય

શું છે સમગ્ર ઘટના ?

ભરુચ જિલ્લાના ઉમેદવાર તેરસિંગભાઈ રાઠવાના સ્થાને મયુર તડવીએ પોતાનું નામ યાદીમાં ઉમેરી દીધું હતું. વિશાલના પિતા તેરસિંગભાઈ રાઠવા ભરૂચના એસપી ઓફિસ ખાતે ફરજ બજાવે છે. સામાન્ય પરિવારમાંથી આવતા વિશાલના નામે મયુર તડ઼વીએ છેતરપિંડી કરીને કરાઈમાં પ્રવેશ મેળવી લીધો હતો. કૌભાંડમાં જે યુવાનના નામે બોગસ ઓર્ડર બનાવાયો હતો તે વિશાલ રાઠવાના ભાઈ જયપાલ રાઠવાએ જણાવ્યું હતું કે અમે તપાસમાં કોઈપણ સ્તરે સહકાર આપવા તૈયાર છે. પ્રકાશમાં આવેલું કૌભાંડ સરકારી નોકરી અને દેશસેવા માટે લાયક ઉમેદવારોના હક્ક ઉપર તરાપ સમાન છે.

Back to top button