ટ્રેન્ડિંગબિઝનેસમનોરંજન

ફિલ્મ કલ્કીએ વિશ્વભરમાં મચાવી ધૂમ, ચાર દિવસમાં જ 500 કરોડના ક્લબમાં સામેલ

Text To Speech
  • 27 જૂનના રોજ રિલીઝ થઇ હતી ફિલ્મ
  • સપ્તાહમાં 1,000 કરોડના ક્લબમાં સામેલ થાય તેવી શક્યતા
  • ઉત્તર અમેરિકામાં પણ ફિલ્મને લઇ જબરદસ્ત ક્રેઝ

મુંબઈ, 1 જુલાઈ : ‘કલ્કી 2898 એડી’ દેશની સાથે વિદેશમાં પણ ધૂમ મચાવી રહી છે. ફિલ્મને દુનિયાના ખૂણે ખૂણેથી પ્રેમ મળી રહ્યો છે. 27 જૂનના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ જોરદાર કમાણી સાથે દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. વૈશ્વિક સ્તરે આ ફિલ્મ 500 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. જંગી કમાણી કરીને આ ફિલ્મ ઉત્તર અમેરિકામાં સૌથી વધુ કમાણી કરતી ટોચની 10 ભારતીય ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે.

નિર્માતાઓએ X પર કરી સત્તાવાર જાહેરાત

પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હાસન અને દિશા પટાની અભિનીત ફિલ્મે ચોથા દિવસે મોટી સિદ્ધિ મેળવી હતી. નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 500 કરોડની પ્રતિષ્ઠિત ક્લબમાં સામેલ થઈ ગઈ છે. કલ્કિ 2898 એડીના નિર્માતાઓએ X પર સત્તાવાર જાહેરાત કરી હતી.

સૌથી વધુ કમાણી કરનાર પાંચમી તેલુગુ ફિલ્મ બની

આ કમાણી સાથે કલ્કી 2898 એડી સૌથી વધુ કમાણી કરનાર પાંચમી તેલુગુ ફિલ્મ બની ગઈ છે. આ પહેલા બાહુબલી ધ કન્ક્લુઝન, આરઆરઆર, સાલાર પાર્ટ 1 અને બાહુબલી ધ બિગિનિંગ આ સિદ્ધિ મેળવી ચૂકી છે. આ યાદીમાં પ્રભાસની કુલ ચાર ફિલ્મો સામેલ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પ્રભાસની ફિલ્મ પ્રથમ સપ્તાહમાં 1,000 કરોડના ક્લબમાં સામેલ થઈ જશે. આ ફિલ્મ 1500 કરોડના ક્લબમાં સ્થાન મેળવી શકશે કે નહીં, તે આજે સોમવારના કલેક્શન પર નિર્ભર કરશે.

ઉત્તર અમેરિકામાં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોની યાદીમાં આઠમા સ્થાને

જો ઉત્તર અમેરિકાના કલેક્શનની વાત કરીએ તો લોકોમાં આ ફિલ્મને લઈને જબરદસ્ત ક્રેઝ છે. તાજેતરના અપડેટ મુજબ ફિલ્મે આ ક્ષેત્રમાં એક કરોડ ડોલરનું કલેક્શન કર્યું છે. આ સાથે તે ઉત્તર અમેરિકામાં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોની યાદીમાં આઠમા સ્થાને પહોંચી ગઈ છે. આનાથી આગળ હવે માત્ર બાહુબલી 2, પઠાણ, આરઆરઆર, જવાન, એનિમલ, દંગલ અને પદ્માવત છે.

આ પણ વાંચો : સોનાક્ષી સિંહાના લગ્નમાં ન આવવા પર ભાઈ લવ સિંહાએ મૌન તોડ્યું, જાણો શું કહ્યું?

Back to top button