મહિલા ટીવી એન્કર પોતે હીટ વેવના સમાચાર વાંચતાં વાંચતા બેહોશ થઈ ગયાં
- દૂરદર્શનની એક ટીવી એન્કર હીટવેવના સમાચાર વાંચતી વખતે બેહોશ થઈ ગઈ. પાછળથી તેણીએ કહ્યું કે, ‘એવું લાગ્યું કે મારી સામે અંધારુ થઈ ગયું છે અને પછી હું ખુરશી પર ફસડાઈ પડી’
કલકત્તા, 22 એપ્રિલ: દેશમાં હાલ હીટવેવની અસર જોવા મળી રહી છે. ઘણી જગ્યાએ તાપમાન 40 થી 46 ડિગ્રીની વચ્ચે પહોંચી ગયું છે. એપ્રિલ મહિનામાં આટલી ગરમીના કારણે લોકો પરેશાન છે. ટીવી ચેનલ પર હીટવેવના સમાચાર વાંચતી વખતે એક એન્કર બેહોશ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ લાઈવ પ્રોગ્રામ દરમિયાન મહિલા એન્કરનું બ્લડપ્રેશર લો થઈ ગયું અને તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. મહિલા એન્કરનું નામ લોપામુદ્રા સિંહા જણાવવામાં આવ્યું છે.
કૂલિંગ સિસ્ટમમાં ખામીને કારણે સ્ટુડિયો ખૂબ જ ગરમ થઈ ગયો હતો: ટીવી એન્કર
દૂરદર્શન કલકત્તાના કાર્યક્રમ દરમિયાન હીટવેવ વિશે સમાચાર વાંચતી વખતે મહિલા એન્કરની તબિયત લથડી હતી. બાદમાં એન્કરે પોતે કહ્યું કે, ‘એવું લાગતું હતું કે ટેલિપ્રોમ્પ્ટર ઝાંખું થઈ ગયું છે. આ પછી આંખો સામે અંધકાર છવાઈ ગયો.’ સિન્હાએ જણાવ્યું હતું કે, ‘તે અતિશય ગરમી અને બ્લડ પ્રેશરમાં અચાનક ઘટાડો થવાને કારણે તે બેહોશ થઈ ગઈ હતી.’ તેમણે કહ્યું કે, ‘કૂલિંગ સિસ્ટમમાં ખામીને કારણે સ્ટુડિયોમાં ખૂબ જ ગરમ થઈ ગયો હતો.’
ટીવી એન્કરના જણાવ્યા અનુસાર તેમનું ગળું સવારે જ પ્રસારણ પહેલા જ સુકાઈ ગયું હતું. સિન્હાએ કહ્યું, ‘મેં ક્યારેય સમાચાર વાંચતી વખતે મારી પાસે બોટલ રાખી નથી. પછી તે 15 મિનિટનો શો હોય કે અડધા કલાકનો. શો વચ્ચે વચ્ચે મને ક્યારેય પાણી પીવાની જરૂર પડતી જ નહીં. તેણીએ કહ્યું, જ્યારે પ્રસારણમાં 15 મિનિટ બાકી હતી ત્યારે મારું ગળું સુકાવા લાગ્યું. ટીવી પર વિઝ્યુઅલ દેખાડવામાં આવી રહ્યું હતું ત્યારે મેં મેનેજરને પાણી માટે પૂછ્યું, પરંતુ આ પછી ટીવી પર સતત મારો ચહેરો દેખાવા લાગ્યો અને મને પાણી પીવાનો મોકો ન મળ્યો. આ વચ્ચે કોઈ બાઈટ પણ ન હતી, ત્યાર બાદ એક બાઈટ આવી તો ત્યારે પાણી પીવાનો મોકો મળ્યો.
મેં વિચાર્યું પણ ન હતું કે બુલેટિન દરમિયાન આવું થશે: ટીવી એન્કર
તેમણે કહ્યું, ‘પાણી પીધા પછી, તેણીએ કોઈક રીતે બે સમાચાર વાંચ્યા અને પછી બેભાન થઈ ગઈ.’ તેમણે કહ્યું કે, ‘ગરમી વધારે પડતી હોવાથી સ્ટુડિયોની અંદર રહીને પણ પાણી પીતા રહેવું જરૂરી છે.’ વધુમાં કહ્યું, ‘મેં વિચાર્યું પણ ન હતું કે બુલેટિન દરમિયાન આવું થઈ શકે છે.’
આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત, જાણો કયા કેટલુ રહ્યું તાપમાન