ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં પાણીના મામલે તંગદિલી શરૂ, જલબોર્ડની ઑફિસમાં તોડફોડ

Text To Speech

નવી દિલ્હી, 16 જૂન : રાજધાની દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી જળ સંકટ છે. જનતા આને લઈને ચિંતિત છે ત્યારે શાસક પક્ષ આમ આદમી પાર્ટી અને વિપક્ષ ભાજપ-કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો હતો. આ બીજેપી દિલ્હી જલ બોર્ડની ઓફિસે પહોંચી હતી. ત્યારબાદ મહિલાઓએ હંગામો મચાવ્યો અને દિલ્હી જલ બોર્ડની ઓફિસમાં તોડફોડ કરી હતી.

ભાજપે રવિવારે રસ્તા પર ઉતરીને પાણીની સમસ્યાને લઈને હોબાળો મચાવ્યો હતો. દક્ષિણ દિલ્હીમાં ભાજપના નેતૃત્વમાં આંદોલન ચાલી રહ્યું હતું. જ્યાં પૂર્વ સાંસદ રમેશ બિધુરીના નેતૃત્વમાં તમામ આંદોલનકારીઓ છતરપુર વોટર બોર્ડ પહોંચ્યા હતા. મહિલાઓનો રોષ ફાટી નીકળતાં ભાજપના નેતાઓ ત્યાં વિરોધ કરી રહ્યા હતા. વિરોધ દરમિયાન ઘણા પોલીસ કર્મચારીઓ પણ હાજર હતા પરંતુ તેમ છતાં મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. આ વિરોધ દરમિયાન 3 લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે.

મહિલાઓએ જલ બોર્ડ ઓફિસ પર પથ્થરમારો કર્યો અને કાચ તોડી નાખ્યા આ દરમિયાન તે તમામ મહિલાઓ વિરોધમાં માટલા તોડી રહી હતી. તો પાણી બોર્ડની કચેરીમાં પણ માટલાં તોડવામાં આવ્યા હતા. જેના કારણે આખી ઓફિસ વેરવિખેર થઈ ગઈ હતી. સારી વાત હતી કે આજે રવિવાર હતો એટલે ઓફિસની રજા હતી નહીંતર કર્મચારીઓને ઈજા થઈ શકત.

દિલ્હીમાં ચાલી રહેલા જળ સંકટને લઈને રાજ્યમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટી આ માટે પાડોશી રાજ્ય હરિયાણાની ભાજપ સરકારને જવાબદાર ઠેરવી રહી છે. રાજ્યના જળ મંત્રી આતિશીનું કહેવું છે કે હરિયાણા રાજધાની દિલ્હીને પૂરતું પાણી આપી રહ્યું નથી. જેના કારણે પાણીની સમસ્યા ઉભી થઇ છે. આ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ અરવિંદ કેજરીવાલ અને તેમની સરકાર પર આરોપ લગાવ્યો કે AAP સરકાર પહેલા જલ બોર્ડ નફામાં ચાલતું હતું પરંતુ આજે તે દેવામાં ડૂબી ગયું છે. કેજરીવાલ પોતે એક વર્ષ સુધી જલ બોર્ડ પર પ્રભાવ ધરાવતા હતા પરંતુ તેમના સમયનો ઓડિટ રિપોર્ટ ગાયબ છે.

હાલમાં જ છેલ્લી લોકસભા ચૂંટણીમાં નવી દિલ્હીથી જીતીને સંસદમાં પહોંચેલા બાંસુરી સ્વરાજે આરકે પુરમમાં વોટર બોર્ડની ઓફિસ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે હાજર ભાજપના કાર્યકરોએ જોરશોરથી માટલા તોડી નાખ્યા હતા.

આ પણ વાંચો :12 વર્ષની બાળકીના 72 વર્ષના બુઢ્ઢા સાથે લગ્ન થવાની તૈયારી જ હતી અને…

Back to top button