ટ્રેન્ડિંગનેશનલસંવાદનો હેલ્લારો

12 વર્ષની બાળકીના 72 વર્ષના બુઢ્ઢા સાથે લગ્ન થવાની તૈયારી જ હતી અને…

Text To Speech
  • સગા બાપે જ પાંચ લાખમાં વેચી દીધી હતી દીકરી

HD ન્યૂઝ ડેસ્ક16 જૂનઃ  પાકિસ્તાનમાં વધુ એક અત્યંત ચિંતાજનક અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આમ તો આ સમુદાયમાં આ કોઈ નવાઈની વાત નથી છતાં 12 વર્ષની માસુમ બાળકીનાં લગ્ન 72 વર્ષના એક બુઢ્ઢા સાથે કરાવવાના પ્રયાસનો પર્દાફાશ થયો છે. એવું કહેવાય છે કે પ્રેમ ઉંમર જોઈને થતો નથી. જ્યારે કોઈ મનમાં વસી જાય છે ત્યારે તે ફક્ત તેના જ વિચારમાં ખોવાઈ જાય છે. પાગલ થઈ જાય છે. ઉંમરને પ્રેમ સાથે કોઈ લેવાદેવા નથી. આવું જ કઈંક આ કિસ્સામાં જોવા મળી રહ્યું છે જ્યાં એક કપલ વચ્ચે 60 વર્ષનો ગેપ છે. ક્યારેક પ્રેમ ના બનાવોમાં  મહિલાઓનું શોષણ પણ થતું હોય છે, ત્યારે માનવામાં ના આવે એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાકિસ્તાનમાં એક વ્યક્તિ તેની 12 વર્ષની દીકરીના લગ્ન 72 વર્ષના વૃદ્ધ સાથે કરાવવા જઈ રહ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને નિકાહ ખ્વાન અને વરરાજાની ધરપકડ કરી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લગ્ન અટકાવ્યા હતા

પાકિસ્તાનમાં અવારનવાર મહિલાઓના શોષણના સમાચારો સામે આવે છે. હવે વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પિતા પોતાની જ 12 વર્ષની દીકરીના લગ્ન 72 વર્ષના વૃદ્ધ સાથે કરાવવા જઈ રહ્યા હતા. તે તેની માસૂમ દીકરીના લગ્ન 72 વર્ષના હબીબ ખાન સાથે પાંચ લાખમાં કરાવવા જઈ રહ્યો હતો. જ્યારે પોલીસને આ બાબતની જાણ થઈ, ત્યારે વૃદ્ધ વરરાજા અને નિકાહ ખાવનની ધરપકડ કરવામાં આવી. પોલીસે કહ્યું છે કે છોકરીના પિતા, જેમણે તેના લગ્ન નક્કી કર્યા હતા, તે સ્થળ પરથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. બાળ લગ્ન અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસમાં પોલીસે તેનું નામ પણ લીધું છે.

આવા બનાવો પણ સામે આવ્યા છે

પોલીસે બાળકીના પિતા અને 72 વર્ષીય વ્યક્તિ વિરુદ્ધ બાળ લગ્ન એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. બાળ લગ્ન વિરુદ્ધ કાયદા હોવા છતાં પણ પાકિસ્તાનમાં આવી ઘટનાઓ બનતી રહે છે. અન્ય એક કેસમાં રાજનપુરમાં 11 વર્ષની બાળકીના લગ્ન 40 વર્ષના યુવક સાથે કરવામાં આવી રહ્યા હતા. થટ્ટામાં પણ 12 વર્ષની છોકરીના લગ્ન 50 વર્ષના મકાનમાલિક સાથે થયા હતા. જોકે, પોલીસે સ્થળ પર કાર્યવાહી કરીને બાળકીને બચાવી લીધી હતી.

આ પણ વાંચો..પ્રેમમાં બધું ચાલે..! 80 વર્ષના દાદા લાવ્યા 23 વર્ષની દુલ્હન: જાણો મજ્જાની કહાની

Back to top button