અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

કાળ બનીને ત્રાટકી વીજળી ભરખી ગઈ ખેડૂતનો જીવ

અમદાવાદ 4 મે 2025: ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ વરસ્યો છે. એવામાં કમોસમી વરસાદે અમદાવાદના ખેડૂતનો જીવ લીધો છે. અમદાવાદના વિરમગામમાં વીજળી પડતાં ખેડૂતનું મોત નિપજતાં સમગ્ર ગ્રામજનો અને કુટુંબીજનોમાં શોકનો માહોલ છવાયો છે.

શું હતી ઘટના?

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમગામના ભોજીયાપુરા ગામના ખેડૂત મંગાજી ઠાકોર પોતાનો પાક પલળી ના જાય તે ચિંતા સાથે તાડપત્રી ઢાંકવા માટે ખેતરમાં પહોંચ્યા હતા જ્યા ભયંકર કડાકા સાથે મોત બનીને આવેલ વીજળી પડતા ખેડૂતનું મોત થયુ હતુ હાલ ખેડૂતના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોસ્ટ મોર્ટમ બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે.

ગુજરાતમાં આજે અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવનસાથે વરસાદન તેમજ કરા પડ્યા છે. આજે વૈશાખમાં અષાઢ જેવો માહોલ સર્જાયો છે. જાણે ઉનાળો અચાનક ગાયબ થઈ ગયો અને ચોમાસાની ઋતુ આવી ગઈ હોય. ત્યારે આગામી સાત દિવસ ગુજરાતના હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી:

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે ચોથી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં તથા કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે. અહીં ગાજવીજ સાથે કરા પડવાની ચેતવણી છે. આજે 60 kmph ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

આ પણ વાંચો: અમદાવાદ: જોધપુર આર્ટ ગેલેરી ખાતે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ વિક્ટોરિયા લાપશીના દ્વારા ક્યૂરેટ કરાયેલ આર્ટ વર્ક્સ “મનમીત”નું એક્ઝિબિશન યોજાયું

Back to top button