ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

મેચ જોવા પરિવારે અંતિમ સંસ્કાર રોકી દીધા, જુઓ વીડિયો

HD ન્યૂઝ ડેસ્ક, 2 જુલાઇ, દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં એક પરિવારે પોતાના પ્રિયજનના અંતિમ સંસ્કારને મેચ જોવા માટે રોક્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે ધૂમ મચાવી રહ્યો છે. આ 18 સેકન્ડની વિડિયો ક્લિપ જોયા બાદ ઈન્ટરનેટ યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયોએ ધૂમ મચાવી છે. હાલમાં જ દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં એક અનોખી ઘટના બની, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી. અહીં એક પરિવારે પોતાના પ્રિયજનના અંતિમ સંસ્કાર અટકાવીને ફૂટબોલ મેચ જોવાનું નક્કી કર્યું. તેનો વીડિયો પણ વાયરલ થયો છે, જેના પર સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. એક પરિવારે ફૂટબોલ મેચ જોવા માટે અંતિમ સંસ્કાર અટકાવ્યો હતો. આ વીડિયો દક્ષિણ અમેરિકામાં એન્ડીસ પર્વતો અને પેસિફિક મહાસાગરની વચ્ચે સ્થિત દેશ ચિલીનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં પરિવારના સભ્યો અંતિમ સંસ્કારની વિધિ વચ્ચે ફૂટબોલ મેચની મજા માણી રહ્યાં છે. આ દ્રશ્ય જોઈને કોઈપણ માટે વિશ્વાસ કરવો મુશ્કેલ છે. નેટીઝન્સ સતત અલગ-અલગ પ્રતિક્રિયાના વીડિયો પોસ્ટ કરી રહ્યા છે.

શું છે વીડિયોમાં ?
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે પરિવારના સભ્યોએ ફૂટબોલ મેચ માટે સંબંધીના અંતિમ સંસ્કાર પણ અટકાવ્યા હતા. દરેક વ્યક્તિ મેચની મજા માણતા જોવા મળ્યા હતા. તમે વીડિયોમાં જોઈ શકો છો કે દરેક વ્યક્તિ ટીવી પર મેચ જોઈ રહ્યા છે. બીજી બાજુ, એક શબપેટી દેખાય છે જેને ફૂટબોલ ખેલાડીઓની જર્સી અને ફૂલોથી શણગારવામાં આવી છે. અહેવાલો અનુસાર, ચિલી અને પેરુ વચ્ચે ફૂટબોલ મેચ ચાલી રહી હતી. આ મેચ જોવા માટે પરિવારે અંતિમ સંસ્કાર અટકાવ્યા હતા.

આ વીડિયો @TomValentinoo નામના X હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. સાથે જ માહિતી આપતા લખ્યું છે કે, “અંતિમ સંસ્કાર દરમિયાન, પરિવારે પ્રાર્થના રૂમમાં મોટી સ્ક્રીન પર રમત જોવા માટે પ્રાર્થના અટકાવી દીધી હતી. મેચ ચિલી અને પેરુ કોપા અમેરિકા મેચ ચાલી રહી હતી. તેણે આત્માની શાંતિ માટે ખેલાડીઓની જર્સીથી શબપેટી પણ સજાવી હતી.’ એવું લાગે છે કે મૃત્યુ પામનાર વ્યક્તિ ફૂટબોલ પ્રેમી હશે. જો કે, અમે આ દાવાને બિલકુલ સમર્થન આપતા નથી. થોડીક સેકન્ડનો આ વીડિયો હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો..Whisky મેન્યુફેક્ચરિંગ કંપનીએ શેરબજારમાં લીધી એન્ટ્રી, જાણો રોકાણકારોને કેટલો નફો થયો

Back to top button