ટ્રેન્ડિંગસ્પોર્ટસ

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની T20 શ્રેણીની મેચો કયા સમયે શરૂ થશે?

  • ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ 6 જુલાઈએ રમાશે. મેચો દિવસ દરમિયાન શરૂ થશે અને સાંજ સુધીમાં સમાપ્ત થશે. સમય નવો છે, તેથી તેની નોંધ લો

HD ન્યૂઝ ડેસ્ક, 2 જુલાઈ: ભારતીય ટીમ હવે તેની આગામી શ્રેણી માટે તૈયાર છે. T20 વર્લ્ડ કપ 2024 બાદ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 ઇન્ટરનેશનલ મેચોની સિરીઝ શરૂ થવાની છે. આ માટે ભારતીય ટીમની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી હતી, જેની કેપ્ટનશીપ શુભમન ગિલ કરી રહ્યો છે. ત્યારે ભારતીય ટીમ આજે વહેલી સવારે ઝિમ્બાબ્વે વચ્ચેની T20 શ્રેણી માટે નીકળી ગઈ છે. દરમિયાન, તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે તમે ભારતમાં આ મેચો કયા સમયે જોઈ શકશો, કારણ કે મેચોનો સમય બદલાઈ ગયો છે. તો ચલો અમે તમને મેચના ટાઈમ વિશે જણાવીએ.

ભારત અને ઝિમ્બાબ્વે શ્રેણીની પ્રથમ મેચ 6 જુલાઈએ

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ 6 જુલાઈએ રમાશે. આ દિવસે શનિવાર છે. બીજી મેચ બીજા દિવસે એટલે કે રવિવારે યોજાશે. એટલે કે બેક ટુ બેક સળંગ બે મેચ થશે. આ તમામ મેચો ભારતમાં સાંજે 4.30 વાગ્યે શરૂ થશે, ટોસ તેના અડધો કલાક પહેલા એટલે કે બરાબર 4 વાગ્યે થશે. આ મેચ રાત્રે 8 થી 8:30 વચ્ચે પુરી પણ થઈ જશે. અત્યાર સુધી તમે T20 વર્લ્ડ કપ જોઈ રહ્યા હતા. ભારતીય ટીમની મેચો રાત્રે 8 વાગ્યે શરૂ થઈ રહી હતી. તેથી, હવે તમને નવા સમયે મેચ જોવાની તક મળશે, તેથી સમય નોંધી લો.

સિરીઝ દરમિયાન યુવા ખેલાડીઓ પર રહેશે નજર

પાંચ મેચોની T20 શ્રેણીની છેલ્લી મેચ 14 જુલાઈએ રમાશે. એટલે કે અઠવાડિયામાં 5 મેચ થશે. આ માટે શુભમન ગિલની કેપ્ટન્સીવાળી ટીમ ઝિમ્બાબ્વે જવા રવાના થઈ ગઈ છે. જૂઓ અહીં:

 

 

View this post on Instagram

 

A post shared by Team India (@indiancricketteam)

T20 શ્રેણીની તમામ મેચ ઝિમ્બાબ્વેની રાજધાની હરારેમાં રમાવાની છે. જો કે આ સિરીઝ ખાસ નથી, પરંતુ આ માટે BCCIએ યુવા ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેથી, જે ખેલાડીઓએ આઈપીએલમાં પોતાની રમતથી છાપ છોડી છે તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ પોતાને સાબિત કરવાની તક મળશે. જોવાનું એ રહે છે કે યુવા ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામે કેવું પ્રદર્શન કરે છે.

ભારતીય ટીમનો ઝિમ્બાબ્વે પ્રવાસ (જુલાઈ 2024)

  • 6 જુલાઈ – 1લી T20, હરારે
  • 7 જુલાઈ – બીજી T20, હરારે
  • 10 જુલાઈ- 3જી ટી20, હરારે
  • 13 જુલાઈ- 4થી T20, હરારે
  • 14 જુલાઈ – 5મી T20, હરારે

ઝિમ્બાબ્વે સામેની પ્રથમ અને બીજી T20 શ્રેણી માટેની ભારતીય ટીમ: શુભમન ગિલ (C), રૂતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (WC), રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, સાઈ સુદર્શન, જીતેશ શર્મા (WC) કીપર), હર્ષિત રાણા.

આ પણ વાંચો: ભારતીય મહિલા ટીમનો ઐતિહાસિક વિજય, એકમાત્ર ટેસ્ટમાં આફ્રિકાને 10 વિકેટથી હરાવ્યું

Back to top button