એક સાથે ૧૯ ચિતાને અગ્નિદાહથી આખું ગામ ડૂબ્યું શોકમાં
- સેમહારા ગામમાં એકસાથે 19 લોકોને આપવામાં આવી અંતિમ વિદાય
કવર્ધાના સેમહારા ગામમાં છવાયું ખૂબ જ ગમગીન વાતાવરણ
પીએમ મોદીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે કરી સંવેદના વ્યક્ત
છત્તીસગઢ,21 મે: છત્તીસગઢના કવર્ધા જિલ્લાના સેમહારા ગામમાં મંગળવારે 19 મજૂરોના મૃતદેહોને અંતિમ વિદાય આપવામાં આવી હતી. મૃતક મજૂરોના પરિવારજનો જોર-જોરથી રડી રહ્યા છે. આ માર્ગ અકસ્માત બાદ સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. પ્રાપ્ત માહિતી મુજબ આ અંતિમ વિદાયમાં રાજ્યના ડેપ્યુટી સીએમ વિજય શર્મા પણ હાજર રહ્યા હતાં.
છત્તીસગઢના કવર્ધા જિલ્લાના સેમહારા ગામમાં મંગળવારે એકસાથે 19 લોકોને અંતિમ વિદાય આપવામાં આવી. જ્યારે એક સાથે આટલા બધા લોકોની અંતિમયાત્રા કાઢવામાં આવી ત્યારે આખા ગામમાં ખળભળાટ મચી ગાઈ હતી અને સૌની આંખો ભીની થઈ ગઈ હતી. એક ચિતામાં 10 લોકોના મૃતદેહ જોઈને ગ્રામજનોના હૃદય કંપી ઊઠયા હતા. તે જ સમયે, મૃતક મજૂરોના પરિવારના સભ્યોની રડી રડીને ખરાબ હાલત થઈ ગઈ છે. આ માર્ગ અકસ્માત બાદ સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. પ્રાપ્ત માહિતી મુજબ આ અંતિમ વિદાયમાં રાજ્યના ડેપ્યુટી સીએમ વિજય શર્માએ પણ ભાગ લીધો હતો. એક સાથે 19 ચિતા સળગતી જોઈને સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ સર્જાયું છે.
બ્રેક ફેઈલ કે વધુ ઝડપે 19 લોકોના લીધા જીવ
મળતી માહિતી મુજબ સોમવારે કવર્ધા જિલ્લાના કુકદુર પોલીસ સ્ટેશન વિસ્તારના બહપાની ગામ પાસે એક પીકઅપ ટ્રક ખાઈમાં પડી જતાં ઓછામાં ઓછા 19 મજૂરોના મોત થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે તેંદુના પાંદડા એકત્રિત કરીને પરત ફરી રહેલા 25 મજૂરોની પીકઅપ ટ્રક ક્રેશ થઈ ગઈ અને તેઓ ખાડામાં પડી ગયા. જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે પીકઅપ વાહનની સ્પીડ ખૂબ જ વધારે હતી અને વાહન નિયંત્રણ બહાર હોવાને કારણે તે રોડ અકસ્માતનો શિકાર બન્યું હતું. જોકે, ડ્રાઈવરનું કહેવું છે કે આ અકસ્માત વાહનની બ્રેક ફેઈલ થવાને કારણે થયો હતો. વાહન લગભગ ત્રણથી ચાર વખત પલટી ગયું હતું. જેના કારણે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સમયસર તબીબી સારવારના અભાવે 15 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને કવર્ધા ઘટનામાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર ટ્વીટ કર્યું, ‘છત્તીસગઢના કવર્ધામાં માર્ગ અકસ્માત ખૂબ જ દર્દનાક છે. આ અકસ્માતમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. તેમણે વધુમાં કહ્યું કે આ સાથે હું તમામ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તેટલી તમામ મદદ પૂરી પાડવામાં વ્યસ્ત છે.