Happy Birthday સૂર્યકુમાર યાદવ: મુંબઈની ગલીઓમાં રમતો ક્રિકેટર આજે ટીમ ઈન્ડિયાનો સ્ટાર


ભારતીય ક્રિકેટના ચમકતા સિતારા સૂર્યકુમાર યાદવ આજે 32 વર્ષના થઈ ગયા છે. 14 સપ્ટેમ્બર 1990ના રોજ મુંબઈમાં જન્મેલા સૂર્યકુમાર યાદવ મૂળ ઉત્તર પ્રદેશના છે. ભાભા એટોમિક રિસોર્સ સેન્ટરમાં એન્જિનિયરની નોકરીને કારણે તેના પિતા પરિવાર સાથે વારાણસીથી મુંબઈ સિફ્ટ થયા હતા. સ્ટ્રીટ ક્રિકેટ રમતા સૂર્યાએ બાળપણમાં ટીમ ઈન્ડીયા માટે ક્રિકટ રમવાનું સ્વપ્ન જોયુ હતું. અને જે સપનું જોયું હતું તે આજે ટીમ ઈન્ડિયા સાથે જોડાઈને તેણે પુરુ પણ કર્યુ.
સૂર્યાની સફર:
સૂર્યકુમાર યાદવે બાળપણમાં જ વિચાર્યું હતું કે તે ક્રિકેટર બનશે. પરિવારજનોએ પણ સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. શાળામાં ભણવાથી માંડીને પ્રારંભિક તાલીમ સુધી કારકિર્દીને ધ્યાનમાં રાખીને. બાદમાં તેણે વેંગસરકર એકેડમીમાં એડમિશન લીધું. તેણે ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું. અનેક ક્રિકેટર ટુર્નામેન્ટ પણ રમી તેમ છત્તા પણ પસંદગી થતી ન હતી. તે બાદ પણ નિરાસ થયા વગર પોતાની મહેનતને ચાલુ રાખી. જે લગભગ 10 વર્ષ બાદ ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કરવાની સુર્યાને તક મળી અને IPLમાં રનનો પહાડ બનાવ્યો. જે જોઈને અનેક લોકો ખુશ થઈ ગયા.2010માં રણજી ટૂર્નામેન્ટ:
સૂર્યકુમારે વર્ષ 2010માં રણજી ટૂર્નામેન્ટમાં મુંબઈ માટે પોતાની પ્રથમ મેચ રમી હતી. યાદવે દિલ્હી સામે શાનદાર 73 રન બનાવ્યા હતા. પ્રથમ દાવમાં મુંબઈ માટે અડધી સદી ફટકારનાર તે એકમાત્ર ખેલાડી હતો. 2011-12ની રણજી સિઝનમાં સૂર્યકુમાર યાદવે માત્ર નવ મેચમાં 68.54ની એવરેજથી 754 રન બનાવ્યા હતા. તેના નામે 77 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 10 સદી અને 20 અડધી સદી છે.ઈંગ્લેન્ડ સામે 55 બોલમાં 117, T20I, 2022:
સૂર્યકુમારે 216 રનના વિશાળ કુલ સ્કોરનો પીછો કરતી વખતે ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ T20I સદી ફટકારી હતી. ટ્રેન્ટ બ્રિજની પડકારજનક પીચ પર, SKYએ માત્ર 55 બોલમાં 117 રનની અવિશ્વસનીય દાવ રમ્યો હતો, જ્યારે અન્ય કોઈ પણ ભારતીય બેટ્સમેન 30 રનનો આંકડો પાર કરી શક્યા ન હતા. સુર્યા એક માત્ર જ આ ગેમને જીત સુધી પહોચાડી શક્યો હતો. આવી રીતે અનેક મેચ રમીને સુર્યાએ લોકોને તેના ફેન બનાવી લીધા છે.