પાલનપુર : અંબાજી મંદિરની ડ્રોન તસવીરની ઝલક આવી સામે


પાલનપુર : અંબાજી ભાદરવી મહા કુંભનો સોમવારે સવારે પ્રારંભ થઈ ગયો છે. જેમાં દૂર દૂરથી પદયાત્રીઓ મોટી સંખ્યામાં અંબાજી આવી રહ્યા છે. જ્યારે સંઘો ધજા અને માતાજીનો રથ ખેંચીને મા અંબાના ધામ તરફ પહોંચી રહ્યા છે. અરવલ્લીના ડુંગરો બોલ માડી અંબે..જય..જય… અંબેના જય ઘોષથી ગુંજવા માંડ્યા છે. ત્યારે જોઈએ અંબાજી મંદિરની કેટલીક ડ્રોન તસવીરો…
ભાદરવી મહા કુંભ : અંબાજી મંદિર નો ડ્રોન વિડ્યો આવ્યો સામે
ભાદરવી મહા કુંભ ને લઈને થઇ રહી છે તૈયારીઓ #Ambaji #ambajitemple #Palanpur #banaskhantha #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/sr6zQm0XrC— Hum Dekhenge News (@humdekhengenews) September 5, 2022
આ વખતે ચોમાસુ સારું હોવાથી અરવલ્લીની ગીરી માળાઓમાં હરિયાળી ચાદર પથરાઈ છે. જે આંખોને ટાઢક આપી રહી છે. અને મનને તરબતર કરી રહી છે. સાથે ભક્તિની છોડો પણ ઉડી રહી છે.