ગુજરાત

ધો.10ની વિદ્યાર્થિનીને ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશીપ કરી વેપારીએ વારંવાર દુષ્કર્મ કર્યુ

  • ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી તે ધમકાવતો
  • સરથાણાની વ્હાઇટ હાઉસ ઓયો હોટલ અને મેરીટોન હોટલમાં કુકર્મ આચર્યુ
  • ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશીપ બાદ 2 વર્ષના પપ્પુ ગુપ્તાએ પોત પ્રકાશ્યું

સુરતના સરથાણાના પૂંઠાના વેપારીએ ધો.10ની વિદ્યાર્થિની સાથે ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશીપ કર્યા બાદ ઘરે તથા હોટલોમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાના ફોટા પાડી બ્લેકમેલિંગ પણ કરાતું હતુ.

આ પણ વાંચો: 5 કરોડથી ઓછી મૂડી ધરાવતા વેપારીઓ માટે રોકડેથી વેપાર કરવો હિતાવહ: મર્કન્ટાઇલ એસોસિયેશન 

ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશીપ બાદ 2 વર્ષના પપ્પુ ગુપ્તાએ પોત પ્રકાશ્યું

મળતી વિગતો પ્રમાણે સરથાણામાં સીમાડા નાકા ખાતે આવેલી સોસાયટીમાં રહેતા 45 વર્ષીય મીનાબેન (નામ બદલ્યું છે) મુળ રાજસ્થાનના વતની છે. સંતાનમાં 1 પુત્ર અને 2 પુત્રી છે. જે પૈકી સૌથી નાની પુત્રી પ્રિયા (નામ બદલ્યું છે) ધો.10માં ભણે છે. છેલ્લાં પંદરેક દિવસથી 15 વર્ષીય પ્રિયા સતત ટેન્શનમાં રહેતી હતી. ગૂમસૂમ બની તેણ બેસી રહેતી હતી. જેથી માતા મીનાબેને દીકરી પ્રિયાને સમજાવી ટેન્શન અંગે પૂછતા તેણીએ જણાવ્યું કે, વર્ષ 2017માં તેઓ જ્યાં રહેતા હતા ત્યાં નજીકમાં પૂંઠાની દુકાન ચલાવતા પપ્પુ ગુપ્તા સાથે તેનો પરિચય થયો હતો. ત્યારબાદ તેઓ સીમાડા રહેવા ચાલ્યા આવ્યા હતા.

આ પણ વાંચો: વેસ્ટમાંથી બેસ્ટ : જૂના જિન્સમાંથી બેગ બનાવી જરૂરિયાદમંદ વિદ્યાર્થીઓને અપાઇ 

ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી પપ્પુએ પ્રિયાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી

દરમિયાન ડિસેમ્બર 2022માં ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી પપ્પુએ પ્રિયાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. ત્યારબાદ તેઓ વચ્ચે નિયમિત ચેટિંગ થતું હતુ. મોબાઇલ પર પણ તેઓ વાતચીત કરતા હતા. ગત ફેબ્રુઆરી 2023માં પ્રિયા સ્કૂલેથી ઘરે પરત ફરતી હતી ત્યારે પપ્પુ ગુપ્તા તેને રસ્તામાં મળ્યો હતો. પપ્પુએ પ્રિયાને સરથાણા ખાતે આવેલા પોતાના ઘરે લઇ જઇ બળજબરી કરી દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યારબાદ ફોનમાં ફોટા પાડી લઇ તે ફોટા થકી બ્લેકમેલિંગ શરૂ કર્યુ હતુ.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં રોગચાળો વધ્યો, મરણાંક 35 થયો 

ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી તે ધમકાવતો

સરથાણા જકાતનાકા ખાતે આવેલી વ્હાઇટ હાઉસ ઓયો હોટલ તથા વ્રજચોક ખાતે આવેલી રાજ ઇમ્પિરિયા બિલ્ડિંગમાં મેરીટોન હોટલમાં વારંવાર લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. આ રીતે ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી તે ધમકાવતો પણ હતો. દીકરી વાત સાંભળી મીનાબેન ચોંકી ગયા હતા અને સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો હતો. સરથાણા પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી પપ્પુ રાધેશ્યામ ગુપ્તા (ઉ.વ.28, રહે- ભગવતી સોસાયટી, સરથાણા- મુળ યુપી)ની ધરપકડ કરી હતી.

Back to top button