ગુજરાત

5 કરોડથી ઓછી મૂડી ધરાવતા વેપારીઓ માટે રોકડેથી વેપાર કરવો હિતાવહ: મર્કન્ટાઇલ એસોસિયેશન

  • સુરત મર્કન્ટાઇલ એસોસિયેશનમાં પેમેન્ટમાં વિલંબ અંગે ચર્ચા કરવામાં આવી
  • છેલ્લા એક મહિનામાં પેમેન્ટ સંબંધિત ૨૫૦ વેપારીઓએ ફરિયાદ કરી
  • મોટી સંખ્યામાં નાના વેપારીઓ બેંકોમાંથી લોન લઇ ધંધો ખેંચી રહ્યા છે

કાપડ માર્કેટમાં કોરોના બાદ પેમેન્ટની સમસ્યા વકરી રહી છે. કોરોના પહેલાં ઉધાર વેચેલા માલનું પેમેન્ટ ચાર મહિનામાં મળી જતું હતું. જોકે હવે કેટલાક કેસોમાં છ મહિને પણ પેમેન્ટ મળતું નથી. આવા સંજોગોમાં નાના વેપારીઓ માટે વેપાર કરવો અઘરું બની ગયું છે.

આ પણ વાંચો:  વેસ્ટમાંથી બેસ્ટ : જૂના જિન્સમાંથી બેગ બનાવી જરૂરિયાદમંદ વિદ્યાર્થીઓને અપાઇ 

મોટી સંખ્યામાં નાના વેપારીઓ બેંકોમાંથી લોન લઇ ધંધો ખેંચી રહ્યા છે

મોટી સંખ્યામાં નાના વેપારીઓ બેંકોમાંથી લોન લઇ અથવા ઘરની મૂડી નાખીને ધંધો ખેંચી રહ્યા છે. પરંતુ જો લાંબા સમય સુધી પરિસ્થિતિ નહીં સુધરે તો તેમના માટે અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બનશે. સુરત મર્કન્ટાઇલ એસોસિયેશનનની મિટિંગમાં વેપારીઓએ પેમેન્ટ સમય પર નહીં મળવાની સમસ્યા અંગે ચર્ચાઓ કરી હતી. કેટલાક વેપારીઓએ લેખિતમાં ફરિયાદ પણ કરી હતી અને અન્ય રાજ્યોના વેપારીઓ પેમેન્ટ કરવાની જગ્યાએ માત્ર બહાનાબાજી કરી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું. જે વેપારીઓએ ફરિયાદ કરી હતી તે પૈકીના મોટા ભાગના વેપારીઓ પાંચ કરોડથી ઓછી મૂડી ધરાવતા હતા.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં રોગચાળો વધ્યો, મરણાંક 35 થયો 

એક વેપારીએ 25 લાખ રૂપિયાની મૂડીથી વેપાર શરૂ કર્યો

એક વેપારી કે જેણે 25 લાખ રૂપિયાની મૂડીથી વેપાર શરૂ કર્યો હતો પરંતુ 13 લાખ રૂપિયાનું પેમેન્ટ ફસાઇ જતા નિરાશ થઇ ગયો હતો. તેણે પણ પેમેન્ટ મેળવવા માટે એસોસિયેશનની મદદ માંગી હતી. છેલ્લા એક મહિનામાં 250 જેટલી પાર્ટીઓ પેમેન્ટ સમય પર નહી મળવાની રજૂઆત એસએમએમાં કરી છે.

એક મહિનામા 250 જેટલા નાના વેપારીઓએ પેમેન્ટ માટે અરજી કરી

એસએમએના પ્રમુખે જણાવ્યું હતું કે નાના વેપારીઓ પાસે મર્યાદિત મૂડી હોય છે અને જો ઉધાર વેચાણમાં તેમની મૂડી અટવાઇ જાય તો તેમના માટે વેપાર કરવો મુશ્કેલ છે. વીવર, પ્રોસેસર અને એમ્બ્રોઇડરીવાળાઓને પેમેન્ટ કરવું મુશ્કેલ બની જશે. જો તેઓએ વેપારમાં ટકી રહેવો હોય તો રોકડમાં વેપાર કરવો જોઇએ. જો તેઓ ઉધારમાં વેચાણ કરે અને પેમેન્ટ અટવાઇ જાય તો તેમને મૂડી પણ ગુમાવવાનો વારો આવશે. છેલ્લા એક મહિનામા 250 જેટલા નાના વેપારીઓએ પેમેન્ટ માટે અરજી કરી છે.

Back to top button